અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી તેજસના કોચ જર્જરિત
અમદાવાદ, એક જ દિવસમાં અમદાવાદથી મુંબઈ જઈને રાત્રે પરત લાવનારી વંદે ભારત એક્સપ્રેસનો ટ્રાયલ રન સફળ રહ્યા પછી તેની ચર્ચા વધી ગઈ છે. બીજી તરફ તેજસ એક્સપ્રેસમાં મળતી સુવિધાઓ અને કોચની સ્થિતિ અને ખામીને દૂર કરવાની રેલવે સમક્ષ માંગ ઉઠી છે.
તેજસ એક્સપ્રેસના કોચ જર્જરિત હોવાની તથા બાયો-ટોયલેટ અને એલસીડી સ્ક્રીન તેમજ કોચમાં પાણી ટપકતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. હવે આ ટ્રેનમાં વંદે ભારત એક્સપ્રેસના રેક લગાવવાની માંગણી કરવામાં આવી છે. રેલવે બોર્ડ અને પશ્ચિમ રેલવેને જુલાઈમાં લખેલા પત્રોમાં IRCTCએ તેજસ એક્સપ્રેસ કોચની સ્થિતિ અંગે ધ્યાન દોર્યું હતું.
IRCTCએ રેલવેને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, “કોર્પોરેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ માટે વંદે ભારત એક્સપ્રેસની ૧૬ કોચની એક ટ્રેક ફાળવવો જાેઈએ. આમ કરવાથી મુસાફરોની ફરિયાદનો અંત લાવી શકાશે. આ સાથે મેન્ટેનન્સ અને સ્પેર્સ મેનેજમેન્ટમાં મિકેનિકલ વિભાગની સમસ્યાઓનો પણ ઉકેલ લાવી શકાશે.”
અહીં જણાવવામાં આવ્યું છે કે ટ્રેનનું મેન્ટેનન્સ એડ હોક ધોરણે થાય છે. જે પ્રીમિયમ ટ્રેન માટે લાભદાઈ નથી. આમ કોચનું મેન્ટેનન્સ ના થવાથી કોચની સ્થિતિ ખરાબ થઈ રહી છે. તેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરતા પેસેન્જર્સની ફરિયાદમાં પણ વધારો થઈ રહ્યો છે.
IRCTC દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટની એક્સપાયરી બાદ ઓરિજિનલ સાધનો મેન્યુફેક્ચરર્સ દ્વારા હાઈ-એન્ડ ઈક્વિપમેન્ટના મેન્ટેનન્સની કોઈ વ્યવસ્થા ના હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
મેન્ટેનન્સની સમસ્યા સર્જાઈ તે પછી IRCTC દ્વારા ટ્રેન દોડાવવામાં આવી રહી હતી. રેલવે કોચ ફેક્ટરી દ્વારા તેજસ એક્સપ્રેસના કોચ બનાવવાનું કામ હતું પરંતુ તે સફળ ના રહેતા તમામ કોચ મોર્ડન કોચ ફેક્ટરી દ્વારા બનાવવામાં આવે છે. નોંધનીય છે કે અગાઉ પણ તેજસ એક્સપ્રેસમાં કેટલીક ખામીઓના કારણે મુસાફરોને તકલીફ પડી હોવાનો મુદ્દો ઉઠ્યો હતો.
જેમાં પાછલા વર્ષે છતની પેનલ મુસાફરના માથે પડવાથી ઈજાઓ થઈ હતી. આ સિવાય ટોઈલેટ ઉભરાવાની, છતમાંથી પાણી ટપકવાની, ઈલેક્ટ્રિક પેનલમાં ખામી, ઈન્ફોટેનમેન્ટ (સ્ક્રીન)ની ખામી, દરવાજા ખોલવા-બંધ કરવાની સમસ્યા સહિતના મુદ્દા સામે આવ્યા હતા.
હવે તેજસ એક્સપ્રેસ ટ્રેનના કોચમાં મુસાફરોને પડતી હાલકાની ઘણાં પ્રશ્નો ઉઠતા IRCTC દ્વારા રેલવેને આ અંગે જાણ કરવામાં આવી છે. વંદે ભારત એક્સપ્રેસના કોચ તેજસ ટ્રેન માટે પૂરા પાડવાની પણ IRCTC દ્વારા રેલવેને રજૂઆત કરવામાં આવી છે. વંદે ભારત એક્સપ્રેસના સમય અને તેજસ એક્સપ્રેસના સમય અંગે ફરી એકવાર વિચારણા કરવા અંગે પણ જણાવવામાં આવ્યું છે.
કારણ કે આમ થવાથી તેજસ એક્સપ્રેસની આવકમાં ઘટાડો થઈ શકે છે. રેલવેનું ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં ૭૫ વંદે ભારત એક્સપ્રેસ દોડતી કરવાનું લક્ષ્ય છે. ચાલુ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી હાઈ-સ્પીડ વંદે ભારત એક્સપ્રેસને લોન્ચ કરવાના છે.SS1MS