Western Times News

Gujarati News

તેજસ્વીએ કરણને પોતાના હાથે ખવડાવ્યું રીંગણનું ભડથું

મુંબઈ, ટીવીની ફેમસ એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ અને તેનો બેટરહાફ કરણ કુન્દ્રા સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહે છે. ત્યારે એક નવા વિડીયોમાં તેજસ્વીએ રોટલી અને પ્લાસ્ટિકના ડબ્બામાં રીંગણનું ભડથું ભરતી જાેવા મળી રહી છે. તેણે સ્ટોરીમાં આ ફોટો શેર કર્યો છે અને ગાડી ચલાવતી વખતે કરણને રીંગણનું ભડથું ખવડાવતી એક ક્લિપ પણ પોસ્ટ કરી છે.

તેજસ્વીએ આ સ્ટોરીનું કેપ્શન આપ્યું છે કે, જ્યારે તે તમને એવું કહે કે રીંગણનું ભડથું સાથે લઈને આવજાે. જ્યારે કરણે આ વિડીયો શેર કરતા લખ્યું કે તમારે આ રીંગણનું ભડથું ખવડાવું પડે છે. તેજસ્વી પ્રકાશ સફળતાના રસ્તે સતત આગળ વધી રહી છે.

અભિનેત્રી તાજેતરમાં જ સુંદર શહેર ગોવામાં એક મકાનની માલિક બની છે. તેજસ્વી પ્રકાશે ગોવામાં એક ઘર ખરીદ્યું છે, જે જાણકારી તેના બોયફ્રેન્ડ કરણ કુન્દ્રાએ જ ફેન્સને આપી છે. નવા ઘરની ચાવી મળી ત્યારે કરણ કુન્દ્રા પણ તેજસ્વી પ્રકાશ સાથે હતો.

કરણ કુન્દ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો, જેમાં જાેઈ શકાય છે કે તે અને તેજસ્વી ગોવાના ભોજનનો આનંદ લઈ રહ્યા છે અને દરિયાકિનારે પણ સમય પસાર કરી રહ્યા છે. નોંધનીય છે કે તેજસ્વી પ્રકાશ બિગ બોસ ૧૫ની વિજેતા બની અને ત્યારપછી તરત જ તેને ટીવીની લોકપ્રિય સીરિયલ નાગિનની છઠ્ઠી સિઝનમાં લીડ રોલ મળ્યો.

ત્યારપછી તેજસ્વીની લોકપ્રિયતા બમણી થઈ ગઈ હતી. તે કરણ કુન્દ્રા સાથે રિયાલિટી શૉ હોસ્ટ કરતી પણ જાેવા મળી હતી. આ સાથે જ કરણ કુન્દ્રા સાથેના રિલેશનશિપને કારણે પણ તે ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા જ તેજસ્વીએ એક લક્ઝરી કાર ખરીદી હતી.

તેજસ્વી એક પછી એક પોતાના સપના સાકાર કરી રહી છે. કરણ કુન્દ્રા હંમેશા તેજસ્વીની પડખે ઉભો હોય છે. નોંધનીય છે કે અભિનેત્રી કાર લેવા ગઈ ત્યારે પણ કરણ કુન્દ્રા તેની સાથે હાજર હતો. કરણ અને તેજસ્વીની મુલાકાત બિગ બોસના ઘરમાં જ થઈ હતી.

તે સમયે ઘણાં લોકોને લાગતુ હતું કે આ રિલેશનશિપ માત્ર શૉ પૂરતી જ છે, બહાર નીકળીને તેમના રસ્તા અલગ થઈ જશે. પરંતુ હવે કરણ અને તેજસ્વીને જાેઈને લાગી રહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં લગ્ન પણ કરી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.