ભારતના તેજસ્વીન શંકરને ઊંચી કૂદમાં બ્રોન્ઝ મેડલ
જૂડોમાં તુલિકા માને ૭૮ કિલોગ્રામ વર્ગમાં જીત્યો સિલ્વર મેડલ
(એજન્સી)બર્મિંઘમ, કોમવવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ભારતે અત્યાર સુધીમાં કુલ ૧૬ મેડલ મેળવ્યા છે. જેમાં ૫ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૫ બ્રોન્ઝ મેડલ છે. અત્રે જણાવવાનું કે કોમનવેલ્થ ગેમ્સમાં સૌથી સારું પ્રદર્શન ભારતે ૨૦૧૦માં કર્યું હતું. Tejaswin Shankar for securing India’s first medal ever for high jump at CWG
તે સમયે ભારતમાં તેનું આયોજન થયું હતું. જેમાં ભારતે ૩૯ ગોલ્ડ મેડલ જીત્યા હતા. ગોલ્ડ ઉપરાંત ભારતને ૨૬ સિલ્વર અને ૩૬ બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. બધા મળીને કુલ ૧૦૧ મેડલ મળ્યા હતા. આ વખતે બર્મિંઘમમાં ખેલાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતીય ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા છે. જાે કે આ વખતે શુટિંગ તેમાં સામેલ નથી. જ્યારે મહિલા ટી૨૦ ક્રિકેટને કોમનવેલ્થ ગેમ્સમાં જગ્યા મળી છે.
બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ૭૨ દેશે ભાગ લીધો છે. આ દરમિયાન ટીમ ૧૯ જેટલા અલગ અલગ ખેલોમાં ભાગ લઈ રહી છે. આ વખતે ૭૨ દેશના ૧૮૦૦થી વધુ ખેલાડીઓ બર્મિંઘમમાં ભેગા થયા છે. મહિલા ટી૨૦ ક્રિકેટ, ૩ઠ૩ બાસ્કેટબોલ અને ૩ઠ૩ વ્હીલ ચેર બાસ્કેટબોલ એમ ત્રણ નવા ખેલને જગ્યા અપાઈ છે.
બુધવારે ભારતને વેઈટલિફ્ટિંગમાં વધુ એક મેડલ મળ્યો. વેઈટલિફ્ટિંગમાં ભારતીય ટીમે પોતાનો ઓલટાઈમ રેકોર્ડ તોડતા ૧૦ મેડલ મેળવ્યા છે. ગુરદીપ સિંહે ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો. એથલેટિક્સમાં પણ ભારતને કોમનવેલ્થ ગેમ્સનો પહેલો મેડલ મળ્યો છે.
આ મેડલની ખાસિયત એ નથી કે તે ૨૨માં કોમનવેલ્થ ગેમ્સમાં આ સ્પર્ધાઓનો પહેલો મેડલ છે પણ એ છે કે જે ખેલમાંથી આ મેડલ આવ્યો છે તેમાં આ અગાઉ ભારતે ક્યારેય મેડલ જીત્યો નથી. તેજસ્વીન શંકરે ભારતને ઊંચી કૂદમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
નેશનલ રેકોર્ડધારી તેજસ્વીન શંકરે એથલેટિક્સની ઊંચી કૂદમાં ૨.૨૨ મીટરની છલાંગ લગાવી અને દેશ માટે પહેલો બ્રોન્ઝ જીત્યો. તેમનું સીઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૨.૨૭ મીટર છે જ્યારે પર્સનલ બેસ્ટ પ્રદર્શન ૨.૨૯ મીટર છે.
અત્રે જણાવવાનું કે તેજસ્વીન શંકરનું શરૂઆતમાં કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદ કરાયેલા એથલેટ્સમાં નામ નહતું પરંતુ જ્યારે દિલ્હી હાઈકોર્ટે આ મામલે હસ્તક્ષેપ કર્યો તો એથલેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ તેમને કોમનવેલ્થ ગેમ્સ ટીમ સાથે બર્મિંઘમ મોકલ્યા અને હવે તેમણે ઈતિહાસ રચી નાખ્યો.
મેડલ ટેલીમાં છઠ્ઠા દિવસે ભારત છઠ્ઠા સ્થાને હતું જે હવે સાતમા સ્થાને છે. પહેલા નંબરે ૪૬ ગોલ્ડ મેડલ ૩૮ સિલ્વર અને ૩૯ બ્રોન્ઝ મેડલ સાથે ઓસ્ટ્રેલિયા છે. જ્યારે ૩૯ ગોલ્ડ મેડલ સાથે ઈંગ્લેન્ડ બીજા સ્થાને, ૧૬ ગોલ્ડ સાથે કેનેડા ત્રીજા સ્થાને, ૧૬ ગોલ્ડ અને કુલ ૩૬ મેડલ સાથે ન્યૂઝીલેન્ડ ચોથા સ્થાને જ્યારે ૭ ગોલ્ડ મેડલ સાથે સ્કોટલેન્ડ પાંચમા સ્થાને છે.
કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૨મા ભારતને વધુ એક સિલ્વર મેડલ મળ્યો છે. ભારતની જૂડિકા તુલિકા માને જૂડો ૭૮ કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો છે. જૂડો ઈવેન્ટમાં આ ભારતનો બીજાે સિલ્વર અને એક બ્રોન્ઝ એમ કુલ ત્રીજાે મેડલ છે. તો આજના દિવસમાં ભારતે બે બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ કબજે કર્યો છે. આ સાથે ભારતના કુલ મેડલોની સંખ્યા ૧૬ પર પહોંચી ગઈ છે. જૂડોમાં આ પહેલા સુશીલા દેવીએ સિલ્વર અને વિજય કુમાર યાદવે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતના સ્ટાર સ્ક્વોશ પ્લેયર સૌરવ ઘોસાલે ઈંગ્લેન્ડના ખેલાડીને હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. આ સાથે સૌરવ ઘોષાલે ઈતિહાસ પણ રચી દીધો છે. તે કોમનવેલ્થ ગેમ્સમાં સ્ક્વોશ સિંગલ્સ ઈવેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. સૌરવ ઘોસાલે બ્રોન્ઝ મેડલ મેચમાં ઈંગ્લેન્ડના જેમ્સ વિલસ્ટ્રોપને ૧૧-૬, ૧૧-૧, ૧૧-૪ થી પરાજય આપ્યો છે.
ભારતના કોમનવેલ્થ ગેમ્સમાં વધુ ત્રણ મેડલ પાક્કા થઈ ગયા છે. ભારતના ત્રણ બોક્સર સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. ભારતીય બોક્સર મોહમ્મદ હુસામુદ્દીને શાનદાર પ્રદર્શન કરી સેમીમાં સ્થાન મેળવ્યું છે. તો મહિલા બોક્સર નીતૂ ધનધસે ૪૮ કિલો વર્ગના સેમીફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. ભારતની અન્ય યુવા બોક્સર નીખર ઝરીને પણ સેમીમાં પ્રવેશ કરી મેડલ પાક્કો કરી લીધો છે.