Western Times News

Gujarati News

તેજિન્દર ઓબેરોયની ગેસિયા IT એસોસિએશનના ચેરમેન તરીકે વરણી

અત્યારે તેઓ સીગ્નેટ ઇન્ફોટેકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે

ગુજરાત, 18 ડિસેમ્બર, 2020: અગ્રણી આઇટી સોલ્યુશન્સ કંપની સીગ્નેટ ઇન્ફોટેકએ જાહેરાત કરી છે કે, કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી તેજિન્દર ઓબેરોયની વરણી ગેસિયા આઇટી એસોસિએશન માટે થઈ છે. આ નિમણૂક અગાઉ શ્રી ઓબેરોય નવ વર્ષથી વધારે સમયથી ગેસિયા આઇટી સાથે સંકળાયેલા છે. Tejinder Oberoi appointed as the Chairman of GESIA IT Association

ગેસિયા આઇટી એસોસિએશનના ચેરમેન અને ડાયરેક્ટર તરીકે પોતાની નવી ભૂમિકામાં શ્રી તેજિન્દર ઓબેરોય ગુજરાતના આઇટી ઉદ્યોગની પોઝિશનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ બંને સ્તરે વધારે મજબૂત કરવાની જવાબદારી અદા કરશે તેમજ એસોસિએશનના સભ્યો અને બહોળા સમુદાય માટે અદ્યતન તકો લાવશે.

આ અંગે સીગ્નેટ ઇન્ફોટેકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી તેજિન્દર ઓબેરોયે કહ્યું હતું કે, “હું નમ્રતાપૂર્વક ગેસિયા આઇટી એસોસિએશનના ચેરમેન અને ડાયરેક્ટર તરીકે વરણીને સ્વીકારું છું. એસોસિએશને આઇસીટી ઉદ્યોગની વૃદ્ધિમાં ઘણી સફળતાઓ હાંસલ કરી છે. હું ગુજરાતના આઇટી ઉદ્યોગની સ્થિતિ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ બંને સ્તરે મજબૂત કરવા આતુર છું.”

સીગ્નેટ ઇન્ફોટેકના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર નીરજ હઠીસિંગે કહ્યું હતું કે, “સીગ્નેટ ઇન્ફોટેક માટે આ ગર્વની ક્ષણ છે. મને ખાતરી છે કે, તેજિન્દરનાં નેતૃત્વમાં ગેસિયા આઇટી એસોસિએશન નવી સફળતાઓ મેળવશે. અમે તેમને શુભેચ્છાઓ આપીએ છીએ.” શ્રી ઓબેરોય સીગ્નેટ ઇન્ફોટેક સાથે જોડાયેલા છે અને બે દાયકા અગાઉ એની સ્થાપનાના સમયથી લીડરશિપની ક્ષમતા સાથે કંપની સાથે સંકળાયેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.