તેલંગણા સરકાર અજય દેવગનથી નારાજ થયા
મુંબઈ, અજય દેવગન તેમજ તેની ફિલ્મ ‘મૈદાન’ના ફિલ્મ મેકર્સ મુશ્કેલીમાં આવી મુકાય તેવી શક્યતા છે, કારણ કે તેલંગણાના મુખ્યમંત્રી રેવંથ રેડ્ડીએ ફિલ્મ મેકર્સે ઇન્ડિયન ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કાચ સૈયદ અબ્દુલ રહીમને વચન મુજબની રોયલ્ટી ન આપતા પોલીસ તપાસનો આદેશ આપ્યો છે.
આ ફિલ્મમાં અજય દેવગને ફૂટબોલ કાચ રહીમનો રોલ કર્યાે હતો. જેમના કારણે ભારતીય ટીમ પહેલી વાર ૧૯૫૬ના મેલબોર્ન ઓલમ્પિક્સમાં સેમિ ફાઇનલમાં પહોંચાનારી પહેલી એશિયન ટીમ બની હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કાચ રહીમના પરિવારે સીએમ ઓફિસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી અને તેનાથી એ.રેવંથ રેડ્ડીએ ગુસ્સે થઈને ફિલ્મ મેકર્સની અસંવેદનશીલતા બાબતે ગુસ્સો વ્યક્ત કરતાં પોલીસ તપાસનો આદેશ આપ્યો છે.
રહીમના પરિવારજનોએ અધિકારીઓને જણાવ્યું હતું કે અજય દેવગન અને ફિલ્મ મેકર્સે સ્ક્રિપ્ટ માટે પરિવાર પાસેથી કેટલીક અંગત અને વ્યવસાયિક માહિતિ લેતી વખતે તેમને રોયલ્ટી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ ફિલ્મ રિલીઝ થયા પછી પરિવારને રોયલ્ટીની રકમ આપવા માટે કોઈ જ આવ્યું નહોતું.
તેલંગણાના મુખ્યમંત્રીએ આ બાબતને વ્યસાયિક અને વ્યાપારી લાભ ખાટવા માટે મૂલ્યો સાથે કરેલી છેતરપિંડી ગણી, જે સ્વીકાર્ય નથી અને તે રહીમ જેવા લીજન્ડનું અપમાન છે. તેલંગાણામાં વ્યાપેલી નારાજગીના પગલે અજય દેવગન અને ફિલ્મ મેકર્સ વિરુદ્ધ પોલિસ ફરિયાદ થાય તેવી શક્યતા છે.
એક અધિકારીની દલીલ હતી કે, ભારતીય ફૂટબોલમાં રહીમના પ્રદાનથી અજાણ નવી પેઢીમાં તેમનું નામ અમર કરવાનું કામ આ ફિલ્મે કર્યું છે. જો કે ફિલ્મ મેકર્સ તેમના પરિવારની અવગણના કરે તે યોગ્ય નથી. આ ફિલ્મ રિલીઝ પહેલાં જ વિવાદોમાં સપડાયેલી હતી, જ્યારે કર્ણાટકના એક લેખક અનિલ કુમારે આ ફિલ્મની સ્ક્રિપ્ટ તેની હતી અને તે ચોરી લેવામાં આવી છે, તેવા આક્ષેપ કર્યા હતા.
મૈસુરુની સેશન્સ કોર્ટે ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂક્યો હતો, પરંતુ કર્ણાટક હાઇ કોર્ટે ફિલ્મને વિશ્વકક્ષાએ રિલીઝ કરવા માટે એપ્રિલે સ્ટે ઉઠાવી લીધો હતો. આ ફિલ્મ આકાશ ચાવડા અને બોની કપુર, અરુવા જોય સેનગુપ્તા તેમજ ઝી સ્ટુડિયોઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે, તેમજ અમિત રવિન્દ્ર શર્માએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે.SS1MS