તેલંગાણાની તમામ સ્કૂલોમાં તેલુગુ ભાષા ફરજિયાત કરાઈ

(એજન્સી)હૈદરાબાદ, તેલંગાણા સરકારે બુધવારે સીબીએસઈ, આઈસીએસઈ, આઈબી અને તેલંગાણાના અન્ય બોર્ડ-સંલગ્ન સ્કુલોમાં તેલુગુને જરૂરી વિષય તરીકે લાગુ કરવાનો આદેશ જાહેર કર્યો. ૨૦૨૫-૨૬ શૈક્ષણિક સત્રમાં ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ માટે તેલુગુને જરૂરી વિષય તરીકે લાગુ કરવામાં આવશે.
૨૦૨૬-૨૭ શૈક્ષણિક વર્ષથી ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે આ વિષય જરૂરી હશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષણ અને પરીક્ષાઓ માટે તેલુગુ સિંગીડી ને સીબીએસઈ વિષય યાદી અનુસાર ૦૮૯ કોડ સાથે સરળ તેલુગુ વેનેલા થી બદલી દેવામાં આવશે.
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેલંગાણા એક્ટ, ૨૦૧૮ અનુસાર સીબીએસઈ, આઈસીએસઈ અને આઈબી સ્કુલોમાં પણ તેલુગુ શિક્ષણ જરૂરી હોવું જોઈએ.