ટેમ્પોએ બે બાઇકને ઉલાળી, બે બાળકોની હાલત ગંભીર
સુરેન્દ્રનગર, ચોટીલાના પિયાવા ગામ નજીક ટેમ્પોએ બે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોએ ટક્કર મારતાં પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી છે, જેમાં બે બાળકોની હાલત ગંભીર છે. પરિવાર લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી પોસીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ચોટીલાના પિયાવા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. કાળાસર ગામનો પરિવાર લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોએ ટક્કર મારતા પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ટેમ્પોચાલકે બે બાઇકને ટક્કર મારતા બે બાળકો સહિત કુલ પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.
અકસ્માતમાં ઇજાગ્રસ્ત બન્ને બાળકોની હાલત ગંભીર છે, જ્યારે અન્ય વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચી છે. બે બાઇકોને અડફેટે લેનાર ટેમ્પોચાલકે બેફામ દારૂ પીધો હોવાનો પણ ઇજાગ્રસ્તોનો આક્ષેપ છે.
ટેમ્પોમાં ડીજે હતો, જ્યારે ટેમ્પોચાલક લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા ગયો હતો. જ્યારે તમામ ઇજાગ્રસ્તોને ચોટીલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. ચોટીલા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.SS1MS