સાનિયાએ શોએબ મલિકની ગેરહાજરીમાં બહેનપણીઓ સાથે ૩૬મો જન્મદિવસ ઉજવ્યો:
શોએબની ગેરહાજરી સૌને આંખે ઉડીને વળગી, શોએબ મલિકે સાનિયા મિર્ઝાને બર્થ ડે વિશ કરતાં એક રોમેન્ટિક તસવીર શેર કરી
હૈદ્રાબાદ, પૂર્વ ક્રિકેટર પતિ શોએબ મલિક સાથેના સેપરેશનની ખબરો વચ્ચે સાનિયા મિર્ઝાએ ગઈકાલે મોડીરાતે પોપ્યુલર બોલિવુડ કોરિયોગ્રાફર ફરાહ ખાન અને સિંગર અનન્યા બિરલા સહિતની ખાસ બહેનપણીઓ સાથે ૩૬મો બર્થ ડે મનાવ્યો હતો.
આ ખાસ દિવસે ટેનિસ સ્ટારે શિમરી બ્લેક આઉટફિટની સાથે જેકેટ પહેર્યું હતું અને પોનીટેઈલ લીધી હતી, જેમાં તે સ્ટનિંગ લાગતી હતી. આ દિવસે તેના મમ્મી નસીમાનો પણ બર્થ ડે હોવાથી તેઓ પણ સેલિબ્રેશનમાં જાેડાયા હતા અને સિમ્પલ લૂક અપનાવતા એથનિક વેઅર પહેર્યું હતું. સોશિયલ મીડિયા પર સેલિબ્રેશનની અંદરની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. જેમાં શોએબની ગેરહાજરી સૌને આંખે ઉડીને વળગી રહી છે.
ફરાહ ખાને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ફરાહ ખાન અને તેના મમ્મી કેન્ડલ બ્લો કર્યા બાદ કેક કરતાં જાેવા મળ્યા. આ સાથે તેણે લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે મારી ડાર્લિંગ જ્રદ્બૈડિટ્ઠજટ્ઠહૈટ્ઠિ. માત્ર આ વર્ષે જ નહીં પરંતુ હંમેશા માટે તને માત્ર પ્રેમ અને ખુશીઓ મળે.
જાેયું હું જાગતી રહી.. પીએસઃ સાનિયાના મમ્મીને પણ જન્મદિવસની શુભેચ્છા. જેઓ બર્થ ડે શેર કરવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે…ગેસ્ટ અપિયરન્સ જ્રટ્ઠહટ્ઠહઅટ્ઠહ્વૈઙ્મિટ્ઠ’. ‘બર્થ ડે ગર્લ’ સાનિયાએ કોમેન્ટ કરતાં લખ્યું છે ‘તને સૌથી વધું પ્રેમ કરું છું’.
અનન્યા બિરલાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સાનિયા મિર્ઝાના બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો શેર કર્યો છે. જેમાં બર્થ ડે કેક પર ‘હેપ્પી બર્થ ડે સાનુ’ લખેલું જાેઈ શકાય છે. જ્યારે અન્ય વીડિયોમાં ફરાહ ખાન સાનિયા અને તેના મમ્મીને કેમેરામાં શૂટ કરવામાં વ્યસ્ત છે.
આ સિવાય એક વીડિયોમાં કેક કટ કર્યા બાદ સાનિયાના મમ્મી તેને ખવડાવવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમના હાથમાંથી ટુકડો પડી જાય છે. આ જાેઈને અનન્યા હસવા લાગે છે.સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે પાંચ મહિનાના ડેટિંગ બાદ ૨૦૧૦માં લગ્ન કર્યા હતા અને ૨૦૧૮માં તેમના ઘરે દીકરા ઈઝ્હાનનો જન્મ થયો હતો.
તેમની વચ્ચે કંઈ ઠીક ન ચાલી રહ્યું હોવાની ઘણા દિવસથી ચર્ચા છે. જાે કે, બંનેમાંથી કોઈએ આ અંગે પુષ્ટિ કરી નથી. જાે કે, નવા મીડિયા રિપોર્ટ પ્રમાણે બંને પોતાના લગ્નજીવનને વધુ એક તક આપવાનું વિચારી રહ્યા છે. આ સિવાય તેમણે આ ર્નિણય દીકરા માટે પણ લીધો હોવાનું કહેવાય રહ્યું છે.