યુએસ સાથેના તણાવથી સેનાને યુદ્ધની તૈયારી કરવા માટે કીમ જાેંગનો આદેશ
સિયોલ, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉન હંમેશા પોતાના ર્નિણયોને લઈને ચર્ચામાં રહે છે. રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ઉત્તર કોરિયાના નેતા કિમ જાેંગ ઉને ફરી એકવાર મોટો ર્નિણય લઈને બધાને ચોંકાવી દીધા છે. કિમ જાેંગે પોતાની સેનાને યુદ્ધ અભ્યાસને વિસ્તારવા અને યુદ્ધની તૈયારીઓને મજબૂત કરવાનો આદેશ આપ્યો છે. આનું કારણ અમેરિકા સાથેનો વધી રહેલો તણાવ હોવાનું માનવામાં આવે છે.
અહેવાલો પ્રમાણે કિમ જાેંગ ઉને સોમવારે સત્તાધારી વર્કર્સ પાર્ટીના સેન્ટ્રલ મિલિટરી કમિશનની બેઠકની અધ્યક્ષતા કરી હતી અને સશસ્ત્ર દળોને વિકાસમાં એક નવો તબક્કો ખોલવા અને હંમેશા વિજયી કાર્યો કરવા અને અતુલનીય સૈન્ય શક્તિ પ્રદર્શિત કરવા માટે પોતાની સેનાને પ્રોત્સાહિત કરી હતી. કમિશનના સભ્યોએ સેનામાં પરિવર્તન લાવવાના હેતુથી શ્રેણીબદ્ધ પગલાંની ચર્ચા કરી હતી. આમાં ઓપરેશન અને મુકાબલા અભ્યાસોનું સતત વિસ્તરણ વધુ તેજ કરવું અને અને વધુ જાેરશોરથી યુદ્ધની તૈયારીઓ પૂર્ણ કરવી વગેરે સામેલ છે.
ઉત્તર કોરિયા બુધવારે કોરિયન પીપલ્સ આર્મીની ૭૫મી સ્થાપના વર્ષગાંઠ નિમિત્તે રાજધાની પ્યોંગયાંગમાં એક વિશાળ સૈન્ય પરેડની તૈયારી કરી રહ્યું હોવાના સંકેતો વચ્ચે આ બેઠક યોજાઈ છે. કિમ તેના વધતા પરમાણુ શસ્ત્રો અને મિસાઈલ પ્રોગ્રામમાંથી નવીનતમ હાર્ડવેર પ્રદર્શિત કરવા માટે ઈવેન્ટનો ઉપયોગ કરી શકે છે. આ કારણે અમેરિકા અને એશિયામાં તેના સહયોગી દેશો માટે ચિંતા વધી રહી છે.
ગયા અઠવાડિયે ઉત્તર કોરિયાએ અત્યાર સુધીના સૌથી ભારે પરમાણુ બળ સાથે યુએસ લશ્કરી ચાલનો સામનો કરવાની ધમકી આપી હતી. યુ.એસ. દક્ષિણ કોરિયા સાથે સંયુક્ત અભ્યાસનું વિસ્તરણ કરી રહ્યું છે અને આ ક્ષેત્રમાં વધુ અદ્યતન સૈન્ય અસ્કયામતો જેમ કે બોમ્બર અને એરક્રાફ્ટ કેરિયર્સ તૈનાત કરી રહ્યું છે. ઉત્તર કોરિયાએ આ યોજનાઓની નિંદા કરી છે. તે જાણીતું છે કે વર્ષ ૨૦૨૨માં ઉત્તર કોરિયાએ ૭૦થી વધુ બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી.
નિષ્ણાતોનું કહેવું છે કે, કિમના હથિયારોના પરીક્ષણો અને ધમકીઓનો ઉદ્દેશ્ય અમેરિકાને પરમાણુ શક્તિ તરીકે ઉત્તર કોરિયાના વિચારને સ્વીકારવા માટે મજબૂર કરવાનો છે. જેને પ્યોંગયાંગ તાકાતની સ્થિતિમાંથી આર્થિક અને રાજકીય છૂટ પર વાટાઘાટો કરવાના માર્ગ તરીકે જુએ છે. વોશિંગ્ટન અને પ્યોંગયાંગ વચ્ચે મુત્સદ્દીગીરી ૨૦૧૯ થી અટકી ગઈ છે. ઉત્તર અને ઉત્તરના પરમાણુ કાર્યક્રમ સામે યુએસની આગેવાની હેઠળના આર્થિક પ્રતિબંધોને લઈને બંને પક્ષોમાં મતભેદ છે.SS2.PG