પહલગામ બાદ ફરી થઈ શકે છે મોટો આતંકી હુમલો

file
આતંકવાદીઓ ભીડભાડવાળા વિસ્તારોને ટાર્ગેટ બનાવી શકે છે, તો નોન લોકલ લોકો પર હુમલો કરી શકે છે
જમ્મુ, પહલગામ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં ફરીથી મોટો હુમલો થઈ શકે છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા મોટું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
સુરક્ષા દળો તરફથી આ જાણકારી મળી રહી છે કે પાકિસ્તાની આતંકવાદીઓ કોઈ મોટા હુમલાને અંજામ આપી શકે છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, આતંકવાદીઓ ભીડભાડવાળા વિસ્તારોને ટાર્ગેટ બનાવી શકે છે, તો નોન લોકલ લોકો પર હુમલો કરી શકે છે. આવી સ્થિતિમાં જવાનોને એલર્ટ રાખવવામાં આવ્યા છે.
જમ્મુ-શ્રીનગર હાઈવે પર જવાનોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર પણ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સાથે જ પર્યટક સ્થળોએ જવાનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ આતંકીઓને પકડવા માટે સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં મોટું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
પહલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કેન્દ્ર સરકારે ઘણા મોટા અને કઠિન નિર્ણયો લીધા છે,
જેમાં ભારતમાં હાજર પાકિસ્તાની નાગરિકોને બહાર કાઢવા અને નવા વિઝા ન આપવાનો સમાવેશ થાય છે. આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ શોધી-શોધીને પાકિસ્તાનીઓને ઘરભેગા કરે. ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોના તમામ વિઝા રદ કરી દીધા છે, જે ૨૭ એપ્રિલથી અમલમાં આવશે. મેડિકલ વિઝા ફક્ત ૨૯ એપ્રિલ સુધી માન્ય રહેશે. કોઈ નવા વિઝા જારી કરવામાં આવશે નહીં.
ભારત સરકાર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી હોવા છતાં પાકિસ્તાન સુધરવાનું નામ જ નથી લઈ રહ્યું. પાકિસ્તાની સુરક્ષા દળોએ ૨૫ અને ૨૬ તારીખની રાત્રે ફરીથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ફાયરિંગ કર્યું. જોકે, ભારતીય સેનાએ ર્ન્ઝ્ર પર પાકિસ્તાનીઓને એવો જવાબ આપ્યો કે બધા મીંદડી થઈને પોતા-પોતાની બિલમાં છુપાઈ ગયા.