ઘર ભાડે લઈને આતંકી કેમ્પ તરીકે ઉપયોગ કરાતો હતો,
ફુલવારી શરીફ મોડ્યુલ કેસમાં ૪૦ મુસ્લિમ યુવકને નોટિસ-ફુલવારી શરીફમાં ઘર ભાડે લઈને આતંકી કેમ્પ તરીકે ઉપયોગ કરાતો હતો, આ તમામ યુવાનોએ ત્યાં સામેલ હતા
પટના, બિહારના પટનામાં પીએફઆઈના ફુલવારી શરીફ મોડ્યુલ કેસમાં એનઆઈએએ એક મોટી કાર્યવાહી કરતા ૪૦ મુસ્લિમ યુવકોને નોટિસ ફટકારી છે. એનઆઈએએ ઓફિસમાં તેમની એક પછી એક પૂછપરછ કરવામાં આવશે. આ કેસમાં શનિવારે ગિયાસુદ્દીન અને સોનુ નામના યુવકની પૂછપરછ કરવામાં આવી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફુલવારી શરીફમાં એક ઘર ભાડે લઈને આતંકી કેમ્પ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ તમામ યુવાનોએ ત્યાં સામેલ હતા.
આ વર્ષે ઓગષ્ટ મહિનામાં તે મકાનને સીલ કર્યા બાદ કેટલાક વાંધાજનક દસ્તાવેજાે પણ મળી આવ્યા હતા. જેમાં દેશને ૨૦૪૭ સુધીમાં ઈસ્લામિક સ્ટેટ બનાવવાનો ખુલાસો થયો હતો. આ દરમિયાન ત્યાં બેઠકમાં હાજરી રજિસ્ટરમાં મીટિંગમાં ભાગ લેનારા અને આતંકવાદી કેમ્પમાં ભાગ લેનારા લોકોના નામ અને સરનામાં નોંધાયેલા જાેવા મળ્યા હતા. તેના આધારે એનઆઈએએ ફુલવારી શરીફ અને નજીકના ૪૦ યુવકોને પૂછપરછ માટે નોટિસ ફટકારી છે.
આ સમગ્ર મામલે પોલીસે પહેલા ૨૬ લોકો વિરુદ્ધ પટનાના ફુલવારી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરી છે. તેમાં અત્યાર સુધીમાં ૫ લોકોની ધરપકડ થઈ છે. જેમાં મોતિહારીના એક મદરેસામાંથી એક મૌલવીની પણ ધરપકડ કરવામાં આવી હતી. ૨૧ હજુ પોલીસની ગિરફ્તથી બહાર છે.
બાદમાં પટના પોલીસ દ્વારા આ કેસ એનઆઈએને સોંપવામાં આવ્યો હતો. એનઆઈએએ આ તમામ ૨૬ આરોપીઓના ઘરે દરોડા પાડ્યા હતા અને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજાે પણ મળી આવ્યા છે. ટેરર ફંડિંગના મળેલા મજબૂત પુરાવાના આધારે પણ ઘણા લોકો પર સકંજાે કસવામાં આવ્યો હતો.
બીજી તરફ પીએફઆઈ અને તેની સાથે જાેડાયેલા સંગઠનો પર પ્રતિબંધ મૂક્યા બાદ કેન્દ્ર સરકારે ેંછઁછ હેઠળ કાર્યવાહી માટે બિહાર સરકારને વિગતવાર વિગતો સાથે ૭ આતંકવાદીઓની યાદી મોકલી છે. આના પર પગલાં લેતા બિહારના ગૃહ વિભાગે તમામ સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટની તેમના બેંક ખાતા અને મિલકતો સહિતની તપાસ શરૂ કરી છે.