Western Times News

Gujarati News

J&K: આતંકવાદીઓએ શિવખોડી દર્શન કરવા જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસ પર ફાયરિંગ કર્યું : 10 ના મોત

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં વૈષ્ણોદેવીથી શિવખોડી દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો.

J&Kમાં યાત્રી બસ પર મોટો આતંકી હુમલો, 10થી વધુ લોકોના મોત

(એજન્સી)જમ્મુ, જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં પાક.સમર્થિત આતંકવાદીઓએ એક યાત્રી બસ પર હુમલો કર્યો હતો જેમાં ૧૦થી વધુ લોકોના મોત થયાં હતા. આતંકવાદીઓએ બસ પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું. #TerrorAttack happened in Jammu and Kashmir in Riyasi district right when new government is taking oath in the center.

જેને કારણે બસમાં ચીસાચીસ મચી હતી અને પ્રવાસીઓમાં જીવ બચાવવા સીટ પાછળ સંતાવા લાગ્યાં હતા. આતંકી હુમલા બાદ બસ ઊંધી વળી ગઈ હતી અને ખીણમાં ગબડી પડી હતી. બસ કટરાથી પાછી આવી રહી હતી ત્યારે આતંકવાદીઓએ તેને નિશાન બનાવી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, આતંકવાદીઓ છુપાઈને બેઠા હતા અને જેવી બસ આવી કે તરત તેની પર અંધાધૂધ ગોળીબાર કર્યો હતો.

અગાઉ પણ યાત્રી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો છેલ્લા ઘણા સમયથી જમ્મુ-કાશ્મીરમાં આંતકવાદીઓ સામે ખાસ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે જેના પગલે આતંકવાદી ઘટનાઓ ઓછી થઈ ગઈ છે પરંતુ આજે વડાપ્રધન પદ ના નરેન્દ્ર મોદીએ શપથ લીધા છે ત્યારે જ બનેલી આ ઘટનાથી સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે.

મૃત્યુઆંક વધવાની દહેશત વચ્ચે બસમાંથી પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને હજુ આ લખાય છે ત્યારે પણ આ કામગીરી ચાલુ હતી. ભારતીય જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આંતકવાદીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. સ્થાનિક અધિકારીઓ દ્વારા પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ અન્ય બસો ફરતે સુરક્ષા વધારી દેવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.