આતંકવાદ કોઈ પણ ધર્મ સાથે જાેડાયેલો નથીઃ અજીત ડોભાલ
નવીદિલ્હી, મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ અને સાઉદી અરબના પૂર્વ ન્યાય મંત્રી મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસા ભારતના પ્રવાસ પર છે. ઈસ્લામિક કલ્ચર સેન્ટરની એક ઇવેન્ટમાં અલ-ઈસા સાથે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ ઉપસ્થિત હતા. તેમણે આ કાર્યક્રમમાં કહ્યું કે, આતંકવાદ કોઈ પણ ધર્મ સાથે જાેડાયેલો નથી.
એવામાં આધ્યાત્મિક અને ધાર્મિક નેતાઓનું કર્તવ્ય છે કે હિંસાનો માર્ગ અપનાવનારા લોકોનું કાઉન્ટર કરે. ઇવેન્ટ દરમિયાન ધાર્મિક નેતાઓ, સ્કૉલર્સ અને રાજનાયિકોને સંબોધિત કરતા અજીત ડોભાલે કહ્યું કે, આતંકવાદ કોઈ પણ ધર્મ સાથે જાેડાયેલો નથી. તેઓ એ લોકો હોય છે જેમને ભરમાવી દેવામાં આવે છે.
એવામાં સંભવતઃ આધ્યાત્મિક અને ધાર્મિક નેતાઓનું એ કર્તવ્ય છે કે તેઓ એ લોકોનો પ્રભાવી રીતે સામનો કરે, જેમણે હિંસાનો માર્ગ અપનાવ્યો છે. એ વ્યક્તિ કોઈ પણ ધર્મ, વિશ્વાસ કે રાજનીતિક વિચારધારા સાથે સંબંધિત હોય શકે છે. વૈશ્વિક આતંકવાદના પડકારોનો ઉલ્લેખ કરતા અજીત ડોભાલે કહ્યું કે,
દેશની સીમાઓની અંદર અને બહાર સુરક્ષા અને સ્થિરતાને બનાવી રાખવા માટે ભારત એ વ્યક્તિઓ અને સંગઠનો વિરુદ્ધ લડાઈનું નેતૃત્વ કરી રહ્યું છે. જે ઉગ્રવાદ, નશીલા પદાર્થો અને આતંકવાદને પ્રોત્સાહન આપે છે. ભારતમાં કોઈ પણ ધર્મ જાેખમમાં નથી.