અમેરિકાના કોલોરાડોમાં આતંકી હુમલોઃ આઠ લોકોને ઈજા

કોલોરાડોના ગવર્નર જેરેડ પોલિસે આ હુમલાની નિંદા કરી
આ લક્ષિત હુમલો કરનાર શંકાસ્પદ વ્યક્તિએ ‘ફ્રી પેલેસ્ટાઇન’ના નારા લગાવ્યા હતા અને ફ્લેમથ્રોવરથી હુમલો કર્યાે હતો
બોલ્ડર,અમેરિકાના કોલોરાડોના ડાઉનટાઉન સ્થિત પર્લ સ્ટ્રીટ પેડેસ્ટ્રિયન મોલમાં થયેલા આતંકી હુમલામાં ઓછામાં ઓછા ૮ લોકો ઘાયલ થયા હતા. એફબીઆઈએ જણાવ્યું હતું કે તેમણે હુમલાની તપાસ શરૂ કરી છે. આ લક્ષિત હુમલો કરનાર શંકાસ્પદ વ્યક્તિએ ‘ફ્રી પેલેસ્ટાઇન’ના નારા લગાવ્યા હતા અને ફ્લેમથ્રોવરથી હુમલો કર્યાે હતો. જેના કારણે કેટલાક લોકો દાઝ્યા પણ હતા. હુમલામાં યહૂદી વિરોધીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. કેટલાક લોકો અહીં હમાસ દ્વારા બંધક બનાવેલા યહૂદી વિરોધીઓની મુક્તિની માંગ કરી રહ્યા હતા.
હુમલો કરનારા શંકાસ્પદ વ્યક્તિની ઓળખ ૪૫ વર્ષીય મોહમ્મદ સાબરી સોલિમાન તરીકે થઈ છે, જેને કસ્ટડીમાં લઈને ડેનવરની ઉત્તરે બોલ્ડર કાઉન્ટી જેલમાં રાખવામાં આવ્યો છે.કોલોરાડોના ગવર્નર જેરેડ પોલિસે આ હુમલાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે નફરતથી ભરેલું કોઈપણ કૃત્ય સહન કરવામાં આવશે નહીં. FBIના ડિરેક્ટર કાશ પટેલે X પર જણાવ્યું હતું કે, ‘અમે કોલોરાડોના બોલ્ડરમાં લક્ષિત આતંકવાદી હુમલાથી વાકેફ છીએ અને સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ. એફબીઆઈના ડેપ્યુટી ડિરેક્ટર ડેન બોંગિનોએ જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી, પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે આ હુમલાની ‘વિચારધારાથી પ્રેરિત હિંસા’ તરીકે તપાસ કરવામાં આવી રહી છે.SS1