પાકિસ્તાનમાં આતંકવાદી હુમલોઃ ૧૨ પોલીસ કર્મીઓના મોત
ઇસ્લામાબાદ, પાકિસ્તાન એક વાર ફરી મોટો આતંકવાદી હુમલો થયો છે. આ આતંકવાદીઓએ ફિદાયીન હુમલો કર્યો છે. જેમા ૧૨ પોલીસ કર્મચારીની સહિ ૧૪ લોકોના મૃત્યુ થયાના સમાચાર મળી રહ્યા છએ. જ્યારે ૪૦ કરતા વાધારે લોકો ઘાયલ થયા છે. હુમલો સ્વાત જિલ્લામાં એક ગામમાં પોલીસ સ્ટેશન પર કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનના જિયો ન્યુઝની રિપોર્ટ અનુસાર સ્વાત જિલ્લાના એક ગામમાં કાઉન્ટર ટેરરિજ્મ ડિપાર્ટમેન્ટ પોલીસ સ્ટેશન પર થયેલા એક સંદિગ્ધ આત્મઘાતી હુમલામાં ૧૨ પોલીસ કર્મચારી સહિત૧૪ લોકોના મૌતની ખબર મળી છે. જ્યારે ૪૦ જેટલા લોકો ઘાયલ થયા છે.
આતંકવાદીએ પોલીસ સ્ટેશનન પોતાના નિશાનો બનાવ્યો છે. આ ઘાતક સુસાઇડ અટેકમાં ફિદાયીન આતંકીએ ખુદને ઉડાવી દિધો હતો. જેમા ૧૪ લોકોનો જીવ ચાલ્યો ગયો હતો. મૃતકોનો આકંડો હજી વધી શકે છે. ધમાકાથી ત્રણ ઇમારતોમાં ધ્વસ્ત થઇ ગઇ હતી. વિસ્ફોટક બાદ તુરંત આગ લાગી હતી. પોલીસ અધિકારીઓએ આ માત્મઘાતી હુમલો હોવાનું જણાવ્યુ છે. ઘટના ખૈબર પખ્તુનખ્વા ના મલાકંદ ડિવિજનના સ્વાત જિલ્લાની છે. જ્યાં કબાબ પોલીસ સ્ટેશન પર આતંકવાદીઓએ ખતરનાક હુમલો કર્યો છે.
પોલીસ સ્ટેશનની અંદર કમ સે કમ ૨ ધમાકા થયા છે. બ્લાસ્ટ એટલી ભીષણ હતો કે, સ્ટેશનની બિલ્ડીગ ધ્વસ્ત થઇ ગઇ હતી. તો બીજી તરફ હૂમલા બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસે હાઇ અલર્ટ જાહેર કરી દિધુ છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફે આ હુમલાની નિંદા કરતા જણાવ્યુ હતુ કે, મૃતક પ્રતિ શોકની લાગણી વ્યક્ત કરી હતી. સાથે ઘયલોની જલ્દી સાજા થવાની કામના કરી હતી. પાક પીએમે સંબંધિત પ્રશાસન પાસેથી તેની રિપોર્ટ પણ માગી છે. પાકિસ્તાનના ગૃહમંત્રી રાના સનાઉલ્લાહ ખઆને આ હુમલાની કડક શબ્દોમાં નિદા કરતા બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકો પ્રતિ દુખ વ્યક્ત કર્યુ હતુ.HS1MS