તાલિબાનની સત્તા બાદ આતંકી સંગઠનો ગેલમાં
નવી દિલ્હી, અમેરિકા પર આતંકી હુમલો કરનાર સંગઠન અલ કાયદાએ તાલિબાનને અફઘાનિસ્તાન પર કબ્જાે કરવા માટે અને અમેરિકાને પાછુ મોકલવા માટે અભિનંદન આપ્યા છે.
અલ કાયદાએ સાથે સાથે કાશ્મીરનો ઉલ્લેખ પણ પોતાના નિવેદન માં કર્યો છે અને કહ્યુ છે કે, ઈસ્લામના દુશ્મનોના હાથમાંથી સોમાલિયા, યમન અને કાશ્મીરને આઝાદ કરાવવા માટે તમને શક્તિ મળે તેવી આશા છે.
ઉલ્લેખનીય છે કે, અલ કાયદા સિવાય જૈશ એ મહોમ્મદ અને બીજા આતંકી સંગઠનોએ પણ તાલિબાનને અમેરિકા પર જીત મેળવવા માટે અભિનંદન આપ્યા છે. અલ કાયદાએ ન્યૂયોર્કના ટિ્વન ટાવર પર આતંકી હુમલો કરાવ્યો હતો અને એ પછી અમેરિકાની સેનાએ અલ કાયદાનો સફાયો કરવા માટે અફઘાનિસ્તાનમાં એન્ટ્રી કરી હતી.SSS