આતંકવાદીઓએ પ્રથમ વખત પરફ્યુમ આઈઈડીનો ઉપયોગ કર્યો
જમ્મુ, જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે પાકિસ્તાનને આડે હાથ લીધું હતું. તેમણે પાડોશી દેશ પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન પોતાની ધરતી પરથી આતંકવાદ ફેલાવવા અને વિશ્વભરમાં સેંકડો નિર્દોષ લોકોની હત્યા કરવા માટે કુખ્યાત છે. જમ્મુ-કાશ્મીર તેના નિશાના પર છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં લોકોને સાંપ્રદાયિક રીતે વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ઘાટીમાં પહેલીવાર પરફ્યુમ આઈઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ડીજીપીએ નરવાલ હુમલા વિશે જાણકારી આપતા કહ્યું કે, ૨૦ જાન્યુઆરીના રોજ બે બોમ્બ લગાવવામાં આવ્યા હતા. ૨૧ જાન્યુઆરીએ શક્ય તેટલા લોકોને મારવા માટે ૨૦ મિનિટના અંતરે બે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. પહેલા આઈઈડી બ્લાસ્ટ બાદ ૯ લોકો ઘાયલ થયા હતા. પોલીસે એક આતંકવાદી આરિફની ધરપકડ કરી છે જે ૩ વર્ષથી પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતો. સરકારી ટીચર આસિફ નરવાલમાં થયેલા બે બોમ્બ બ્લાસ્ટમાં મુખ્ય આરોપી છે. આરોપી મોહમ્મદ આરિફે ફેબ્રુઆરી ૨૦૨૨માં જમ્મુના શાસ્ત્રી નગરમાં એક આઈઈડી વિસ્ફોટ કર્યો હતો. આ ઉપરાંત પોલીસ મહાનિર્દેશકે દાવો કર્યો હતો કે, કટડા બસમા થયોલો વિસ્ફોટ પણ તેણે જ કર્યો હતો.
જમ્મુના નરવાલ ટ્રાન્સપોર્ટ યાર્ડમાં ૨૦ જાન્યુઆરીએ થયેલા બે આઈડી બ્લાસ્ટના આરોપમાં જમ્મુ પોલીસે સરકારી શિક્ષક મોહમ્મદ આરિફ નિવાસી રિયાસીની ધરપકડ કરી છે. પોલીસે આતંકી પાસેથી પરફ્યુમ આઈડી કબજે કરી છે. જે રૂમમાં ખુશ્બુ ફેલાવનારી બોટલ સમાન છે. જમ્મુમાં પહેલીવાર પરફ્યુમ આઈઈડી પકડાયો છે. SS2.PG