મોદી વાસ્તવમાં ભારતની ખૂબ ચિંતા કરે છે: એલન મસ્ક
નવી દિલ્હી, ટેસ્લાના ફાઉન્ડર અને સીઈઓ એલન મસ્કે બુધવારે અમેરિકાના પ્રવાસે પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન એલન મસ્કે ભારતના વડાપ્રધાનના વખાણ કરતા કહ્યું કે, તે પણ પીએમ મોદીના ફેન છે, જે ભારત માટે સારુ કરવા માગે છે. Tesla founder and CEO Elon Musk met with Indian Prime Minister Narendra Modi
ન્યૂયોર્કમાં પીએમ મોદી સાથેની આ બેઠક બાદ એલન મસ્કે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ભારતીય પ્રધાનમંત્રી હકીકતમાં ભારતની ખૂબ ચિંતા કરે છે અને ટેસ્લાને દેશમાં મહત્વપૂર્ણ રોકાણ માટે પ્રેરણા આપી રહ્યા છે. એલન મસ્કે કહ્યું કે, હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ વધારે ઉત્સાહિત છું.
I am actually incredibly excited about the future of India.
India has more promise than and any other large country in the world.
It was a fantastic meeting with the Prime Minister.
𝐈 𝐚𝐦 𝐚 𝐟𝐚𝐧 𝐨𝐟 𝐌𝐨𝐝𝐢!
– Elon Musk, CEO of Tesla and SpaceX pic.twitter.com/H8RSKyG7MZ
— BJP (@BJP4India) June 21, 2023
મને લાગે છે કે, દુનિયાના કોઈ પણ મોટા દેશની તુલનામાં ભારત પાસે વધારે સંભાવનાઓ છે. ટેસ્લાના સીઈઓએ કહ્યું કે, આ મુલાકાતની ખાસ વાત એ છે કે, તે પીએમ મોદી હકીકતમાં ભારતની ખૂબ ચિંતા કરે છે, તેઓ હંમેશા ભારતમાં રોકાણ માટે પ્રેરણા આપી રહ્યા છે, જે અમે કરવા માગીએ છીએ.
મસ્કે આ દરમ્યાન પીએમ મોદી સાથે ૨૦૧૫માં થયેલી પ્રથમ મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટિ્વટરના માલિકે કહ્યું કે, પીએમ મોદી સાથએ આ એક શાનદાર બેઠક હતી. કેટલાય વર્ષ પહેલા તેમણે પીએમ મોદીએ અમારી ફ્રીમોંટ ફેક્ટ્રીની મુલાકાત લીધી હતી. એલન મસ્કે કહ્યું કે, હું કહી શકું છું કે, મોદી હકીકતમાં ભારત માટે સારા કામ કરવા માગે છે. તેઓ નવી કંપનીઓને ખુલા મને સ્વીકારે છે અને સ્વાગત કરવા માગે છે અને તેમનું સમર્થન કરે છે.
તેમની સાથે જ તેઓ તેનું ધ્યાન પણ રાખે છે, જેનાથી ભારતને ફાયદો થાય. આ જ હોવું જાેઈએ. તેમણે કહ્યું કે, ભારતમાં એક સ્થાયી ઊર્જા ભવિષ્યના તમામ ત્રણ સ્તંભો માટે ક્ષમતા છે. ત્રણ સ્તંભ મુખ્ય રીતે સૌર અને પવનના માધ્યમથી સ્થાયી ઊર્જા ઉત્પાદન છે.
આપને હકીકતમાં વીજળી પૈદા કરવા માટે જેટલી જગ્યા જાેઈએ, ભારતમાં તે ખૂબ ઓછી છે. આ ખૂબ જ ઉલ્લેખનિય છે. અમે સ્ટારલિંક લાવવાની શોધ કરી રહ્યા છીએ. જે ભારતના ગ્રામિણ વિસ્તાર માટે અવિશ્વસનીય રીતે સહાયક થઈ શકશે.SS1MS