ટેસ્લાના માલિક એલોન મસ્ક ૧૪મા બાળકના પિતા બન્યા

વોશિંગ્ટન, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક ૧૪મા બાળકના પિતા બની ગયા છે. મસ્કની કંપની ન્યુરાલિંકની એક્ઝિક્યુટિવ શિવોન જિલિસ ૧૪મા બાળકની માતા છે.
આ બાળકનું નામ સેલ્ડન લાઇકર્ગસ રાખવામાં આવ્યું છે. શિવોન જિલિસે શુક્રવારે બાળકના જન્મની માહિતી એક્સ પર આપી છે. શિવોન જિલિસે લખ્યું કે, એલોન સાથે વાતચીત કર્યા પછી અમે અનુભવ્યું કે અમારા અદ્ભૂત અને અવિશ્વસનિય પુત્ર અંગેની જાણકારી શેયર કરવી શ્રેષ્ઠ રહેશે.
જોકે, તેમણે એ નથી જણાવ્યું કે પુત્રનો જન્મ ક્યારે થયો છે. આ સાથે શિવોને લખ્યું કે, એ એક શક્તિશાળી યોદ્ધાની જેમ મજબૂત છે, અને તેનું હૃદય સોના જેવા નિર્મળ છે. અમે તેને ખૂબ પ્રેમ કરીએ છીએ. શિવોન અને મસ્કને પહેલાથી જ ત્રણ બાળક છે.
ઉલ્લેખનીય છે કે એલોન મસ્કે તાજેતરના દિવસોમાં વિશ્વમાં ઘટી રહેલા જન્મદર પર ચિંતા વ્યક્ત કરી હતી અને આ બાબતને માનવ સંસ્કૃતિ માટે સૌથી મોટો ખતરો ગણાવી હતી. હવે મસ્ક ૧૪મા બાળકના પિતા બન્યા છે, તેની પાછળ આ દર્શન કારણભૂત માનવામાં આવે છે.SS1MS