Western Times News

Gujarati News

Teslaની બજેટ ફ્રેન્ડલી કારનું ભારતમાં મેન્યુફેક્ચરિંગ થશે

નવી દિલ્હી, ભારત દેશમાં Teslaના લોન્ચિગને લઈને મસ્ક છેલ્લા ઘણા વર્ષોથી પોતાની મહત્વાકાંક્ષા વ્યક્ત કરતા આવ્યા છે. તેવામાં ઈલોન મસ્કની Teslaએ ભારતમાં એક વર્ષમાં ૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોની ક્ષમતા સાથે કાર ફેક્ટરી સ્થાપવાની રોકાણ દરખાસ્ત માટે ભારત સરકાર સાથે ચર્ચા શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે આ Tesla કારની શરૂઆતી કિંમત ૨૦ લાખ રૂપિયા હશે. Tesla’s budget friendly car will be manufactured in India

ત્યારપછીથી તેના પ્રિમિયમ મોડલ દેશમાં લોન્ચ થતા રહેશે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે આ કંપનીની ચીનમાં પણ સારી એવી ફેક્ટરીઓ છે અને ઉત્પાદન પણ સારુ થાય છે. તેવામાં હવે કંપની દ્વારા ભારતને પણ એક બિઝનેસ હબ બનાવવા પ્લાનિંગ હાથ ધરાઈ ગયું છે.

એટલું જ નહીં આ બેઝ પરથી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રોના દેશોમાં કાર એક્સપોર્ટ કરવાની યોજના પણ જાેરશોરથી બનાવી શકાય છે. સૂત્રોએ જણાવ્યું કે આ વખતે ઈલોન મસ્ક માસ્ટર પ્લાન સાથે અમારી પાસે રજૂઆત કરવા માટે આવ્યા છે.

આ જે પ્રમાણેની યોજના છે એને જાેતા લાગે છે કે આ વખતે તમામ પાસાઓ પોઝિટિવ જશે. કારણે મસ્કના Teslaના માસ્ટર પ્લાનમાં લોકલ મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ્‌સનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી જ્યારે USની હાઈપ્રોફાઈલ મિટિંગમાં ભાગ લેવા પહોંચ્યા હતા ત્યારે ઈલોન મસ્ક સાથે પણ તેમની મુલાકાત થઈ હતી. ઈલોન મસ્ક ઘણા સમયથી વડાપ્રધાન મોદીને Teslaના બિઝનેસ પ્લાન અને ભારત સાથેના સંબંધો પર ચર્ચા કરવા આતુર હતા. ત્યારે USમાં મોદીની વિઝિટ પછી ઈલોન મસ્કે પોતાના પ્લાનમાં ફેરફાર કર્યો હોય એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય આ મુદ્દા પર વાટાઘાટોનું નેતૃત્વ કરી રહ્યું છે અને ઈલોન મસ્ક પણ ભારત સાથે સારી ડીલ કરવા માગે છે. ઉલ્લેખનીય છે કે મોદી સાથેની મુલાકાત પછી ઈલોન મસ્કે કહ્યું કે તેઓ મિસ્ટર મોદીના પ્રશંસક છે અને ઉમેર્યું હતું કે PM મોદી તેમને ભારતમાં ઈન્વેસ્ટ કરવા માટે આવકારી રહ્યા છે.

ઈલોન મસ્કે વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ભારતને વ્યવસાય ક્ષેત્રે આગળ લાવવા સતત કાર્યરત છે. તેમણે મને પણ ભારતમાં ્‌ીજઙ્મટ્ઠ પ્રોજેક્ટને વેગવંતો કરવા માટે આવકાર્યો છે. હું ભારતમાં ઈન્વેસ્ટ કરવા માટે તત્પર છું પરંતુ અત્યારે બસ પરફેક્ટ ટાઈમિંગ કયા હશે એની રાહ જાેઈ રહ્યો છું. ૨૧ જૂનના દિવસે ઈલોન મસ્કે જણાવ્યું હતું કે Tesla ટૂંક સમયમાં ભારતમાં પોતાનો પ્રોજેક્ટ શરૂ કરશે.

ભારતમાં Teslaના સંભવિત રોકાણને વિવિધ કંપનીઓ દ્વારા તેમના ઉત્પાદનોને ચીનની બહાર લઈ જવાની જે વ્યૂહરચના છે તેના ભાગરૂપ ગણવામાં આવે છે. જાેકે મસ્ક એશિયન મેન્યુફેક્ચરિંગ જાયન્ટ પર વધુ ઉત્સાહિત છે. જાે આ અંગે દરખાસ્ત પસાર થાય છે તો તે સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પ્લેટફોર્મ માટે એક મોટું પ્રોત્સાહન હશે. જેમ એપલની કંપનીએ ઈન્ડિયન માર્કેટનો સારો ઉપયોગ કર્યો એવી જ રીતે હવે ટેસ્લા પણ પોતાનું પ્લાનિંગ કરી રહ્યું છે.

Tesla છેલ્લા ઘણા સમયથી ઈન્ડિયન માર્કેટ પર પોતાની નજર રાખીને બેઠું છે. ઈલોન મસ્ક ઈચ્છે છે કે તેમને ભારતમાં પ્રોજેક્ટની શરૂઆત કરવી છે પરંતુ આના માટે એમને ઈમ્પોર્ટ ડ્યૂટી પર ખાસ ઈન્સેન્ટિવ મળવા જાેઈએ. જાેકે આ મુદ્દે હજુ ચર્ચાઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છેકે બીજી બાજુ ઈન્ડિયન ગવર્નમેન્ટ અત્યારે દેશને ઈલેક્ટ્રોનિક વ્હિકલના હબ તરીકે પોતાને રિપ્રેઝેન્ટ કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.