ચોકલેટ ટેસ્ટ કરો અને મહિને મેળવો ૬.૫ લાખનો પગાર
નવી દિલ્હી, ઘણા લોકો પોતાના મનગમતા ફિલ્ડમાં નોકરી કરવા ઈચ્છે છે. તેઓ પોતાના પેશન મુજબ કામ કરે છે. જેથી તેમને નોકરીમાં વધુ મુશ્કેલી પડતી નથી. આવી સ્થિતિમાં આજે અમે ચોકલેટના શોખીનોને મીઠી મધ જેવી નોકરી અંગે જાણકારી આપી રહ્યા છીએ.
આ નોકરી તમારી ડ્રીમ જાેબ હોઇ શકે છે. એક કંપની તમને કેંડી ખાવા લાખોની સેલેરી આપશે. સોશિયલ મીડિયા પર કેન્ડી ફનહાઉસ નામની કંપનીએ આ વેકેન્સીની જાહેરાત કરી છે.
કેન્ડી ફન હાઉસ નામની કંપની કેન્ડી ખાવાનું પસંદ હોય તેવા કર્મચારીઓને રાખવા માંગે છે, કર્મચારીઓએ સ્વાદ માટે રિવ્યૂ પણ આપવાનો રહેશે. એટલે કે, કર્મચારીનું કામ Taste Testerનું રહેશે. આ કામ કરવા માટે કર્મચારીને ૭૮ લાખ (વાર્ષિક) જેટલી સેલેરી મળશે. એટલે કે મહિનાના ૬.૫ લાખ રૂપિયા. આ ઓનલાઈન રિટેલ કંપની કેનેડા સ્થિત છે.
કંપની કર્મચારીઓને સમગ્ર વર્ષ દરમિયાન કેન્ડી ખાવા માટે ૭૮ લાખનો પગાર આપશે. કંપની દ્વારા ઓફર કરવામાં આવી રહેલી આ પોસ્ટનું નામ ‘ચીફ કેન્ડી ઓફિસર’ છે. કર્મચારીને નોકરી માટે ઓફિસ પણ નહીં જવું પડે, તેઓ ઘરેથી જ આ કામ કરી શકે છે.
કંપનીની LinkedIn પોસ્ટ અનુસાર પસંદ કરાયેલા ઉમેદવારો દર મહિને લગભગ ૩૫૦૦ પ્રોડક્ટ્સનું ટેસ્ટિંગ કરશે. સીએનબીસીના રિપોર્ટ મુજબ આ નોકરી માટે કોઈ વય મર્યાદા નથી. ૫ વર્ષનું બાળક પણ આ નોકરી માટે અરજી કરી શકે છે. જાેકે આ નોકરી માટે માતાપિતાની પરવાનગી જરૂરી છે. વધુમાં અરજદાર ઉત્તર અમેરિકાનો રહેવાસી અને કેન્ડીપ્રેમી-ચોકલેટ લવર હોવો આવશ્યક છે.
અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧મી ઓગસ્ટ છે. કેન્ડી ફનહાઉસના સીઈઓ અનુસાર તેમને આ જાહેરાત પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ઘણા લોકો તેમને નોકરી માટે અરજીઓ મોકલી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ જાેબ ઓફરિંગની ખૂબ ચર્ચા થઈ રહી છે.
અહી ઉલ્લેખનીય છે કે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ દ્વારા જારી કરાયેલ આહાર માર્ગદર્શિકા અનુસાર આ નોકરીમાં કર્મચારીએ દૈનિક નિર્ધારિત માત્રા કરતાં પાંચ ગણી વધુ ખાંડનું સેવન કરવું પડી શકે છે.SS1MS