Western Times News

Gujarati News

સાબરમતી નદી પરથી મેટ્રો ટ્રેન દોડાવી ટેસ્ટીંગ કરાયું

Metro train sabarmati ahmedabad

વરસાદમાં મેટ્રો બરાબર દોડશે કે નહિ તેનું ટેસ્ટીંગ કરાયું

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં જલ્દી જ મેટ્રો ટ્રેન દોડતી જાેવા મળશે. આ માટે તૈયારીઓ કરી લેવામા આવી છે. ત્યારે વરસતા વરસાદમાં મેટ્રોની ટ્રાયલ રન કરવામાં આવી છે. વરસાદમાં મેટ્રો બરાબર દોડશે કે નહિ તેનુ ટેસ્ટીંગ કરાયું હતું.

જેથી વરસતા વરસાદ વચ્ચે સાબરમતી નદી પરથી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી હતી. આ નજારો તેને જાેનારા અમદાવાદી માટે ખાસ બની રહ્યો હતો. હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે.

સાબરમતી નદી પર બાંધેલા પુલ પર પસાર થઈ રહેલી મેટ્રોનો વીડિયો હાલ અનેક અમદાવાદીઓના મોબાઈલમાં ધૂમ મચાવી રહ્યો છે. લોકોને આ વીડિયો પસંદ આવી રહ્યા છે, અને તેને શેર કરી રહ્યાં છે. આજે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા થલતેજથી કાંકરિયા સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો.

જેમાં સાબરમતી નદીના બ્રિજ પરથી પહેલીવાર મેટ્રો દોડાવવામાં આવી હતી. આ સમયે અમદાવાદમાં ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે વરસતા વરસાદમાં પસાર થતી મેટ્રોનો વીડિયો જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં લઈને શેર કર્યો છે.

અમદાવાદમાં બહુ જ જલ્દી જ મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. મેટ્રો પ્રોજેકટ વધુ એક ડગલું આગળ વધી રહી છે. તાજેતરમાં જ એપરલ પાર્કથી અંડરગ્રાઉન્ડ ટનલ થઈ રિવરફ્રન્ટ ઉપર ટ્રેનના ૩ કોચ પસાર કરાયા હતા. વિશેષ વાહનની મદદથી ૩ કોચને ટ્રેક પર ચલાવાયા હતા. આમ, સુરક્ષાના તમામ માપદંડ ચકાસવા પ્રાથમીક ટેસ્ટિંગ હાથ ધરાયુ હતું.

અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડે એ પીએમ મોદીનુ સપનુ હતું. આખરે આ મેટ્રો ટ્રેન એક પછી એક પડાવ પાર કરી રહી છે. ઓગસ્ટ ૨૦૨૨ સુધી મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડતી થઈ જશે. ત્યારે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની ફેઝ ૧ની કામગીરી હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે.

અમદાવાદી આ મેટ્રો ટ્રેન ખાસ બની રહેવાની છે. કારણ કે, મુસાફરોને મનમોહક નજારા જાેવા મળશે. સાબરમતી નદી પરથી પણ મેટ્રો દોડશે અને અંડરગ્રાઉન્ડ ટનલમાંથી પણ પસાર થશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ ૬.૫ કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ ૪ સ્ટેશન આવશે. મેટ્રો ટ્રેનનો કુલ ૨૧ કિલોમીટરન લાંબો કોરિડોર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.