Western Times News

Gujarati News

ગાંધીનગરમાં ટેટ-ટાટના ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન

ભરતીમાં બેઠકો વધારવાની, કમ્પ્યુટર શિક્ષકની માગ

(એજન્સી)ગાંધીનગર, ગત મહિને ટેટ અને ટાટના ઉમેદવારો આંદોલન કરવામાં આવતા સરકાર દ્વારા ૨૪,૭૦૦ જેટલા શિક્ષકોની સરકારી શાળાઓમાં ભરતી કરવાની જાહેરાત કરી હતી જેમાં કમ્પ્યુટર જેવા વિષયના શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી ન હતી.

ટાટ હાયર સેકન્ડરીની ભરતી માટે ૧ સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર કરવાનું હતું, પરંતુ તે તારીખ મુજબ જાહેર ન થતાં ટેટ-ટાટ ઉમેદવારના ઉમેદવારો શિક્ષક દિનના દિવસે ગાંધીનગર ખાતે આંદોલનનું રણશિંગૂ ફૂક્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ૧ સપ્ટેમ્બરના રોજ ૪૦૦૦ જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર થવાનું હતું પરંતુ જાહેર ન થતાં શિક્ષક દિને જ ભાવિ શિક્ષકો મેદાને ઉતરી આવ્યા છે. આજે ટેટ શિક્ષક દિને ટેટ-ટાટના ઉમેદવારો ગાંધીનગર મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા.

ગાંધીનગર સચિવાલય ખાતે આંદોલન માટે પહોંચેલા ૨૫ જેટલા ઉમેદવારોની ગેટ નંબર ૧ પાસેથી અટકાયત કરી લેવામાં આવી હતી, જ્યારે અન્ય ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેલા ચ ૩ સર્કલ પાસે ભેગા થયા હતા અને રસ્તા રોકો આંદોલન શરૂ કરી દીધું હતું. ભરતી કરવાની, ભરતીમાં બેઠકો વધારવાની, કમ્પ્યુટર શિક્ષકની માંગ સાથે સૂત્રોચાર કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવા નેતા યુવરાજ સિંહની આગેવાનીમાં ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે.

નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ-૨૦૨૪થી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન વિવિધ તબક્કે સંભવત અંદાજે ૨૪,૭૦૦થી વધુ શિક્ષકોની ભરતી કારવાની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં અમુક વિષયના શિક્ષકોની જાહેરાત ન થતાં અલગ અલગ વિષયના શિક્ષક સંગઠનો અને સંઘો સરકાર સામે લેખિત અને રૂબરૂ રજૂઆત કરવા આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.