સંપૂર્ણ સ્વાસ્થ્ય મેળવવાનું મહત્વઃ ગ્રીન ટી ઇમ્યૂન આંતરિક સ્વસ્થતા મેળવવા લાભદાયક
મલાઇકા અરોરા, દ્રષ્ટિ ધામી અને ન્યૂટ્રિશનિસ્ટ કવિતા દેવગણ સાથે આંતરિક સ્વસ્થતાના મહત્વ પર ચર્ચા થઈ
ઘણા યુવાનો વચ્ચે ફિટ દેખાવવાની આકાંક્ષામાં વધારો થવાની સાથે સ્વાસ્થ્ય અને સુખાકારી પર ઉપભોક્તાએ મોટા પાયે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પણ મોટા ભાગની ચર્ચા ફિટનેસના બહારી દેખાવ પર છે, જે આંતરિક કે માનસિક સુખાકારીની ઉપેક્ષા તરફ દોરી જાય છે.
દુનિયા નવા નિયમો સાથે તાલમેળ સ્થાપિત કરી રહી હોવાથી આંતરિક સ્વાસ્થ્ય અને સુખાકારીની ચર્ચા ફરી કેન્દ્રસ્થાને આવી રહી છે.
ટેટલી ગ્રીન ટી ઇમ્યૂન #LagoBaaharSeFitAurAndarSeBhiની જરૂરિયાત પર વર્ચ્યુઅલ ચર્ચા કરવા માટે એક્ટર અને ફિટનેસપ્રેમી મલાઇકા અરોરા, એક્ટર દ્રષ્ટિ ધામી, પ્રસિદ્ધ લેખિકા અને ન્યૂટ્રિશનિસ્ટ કવિતા દેવગણ અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના પેકેજ્ડ બેવેરેજીસ (ભારત અને દક્ષિણ એશિયા)ના પ્રેસિડન્ટ શ્રી પુનીત દાસને એકમંચ પર લાવી હતી. Tetley Green Tea Immune (L-R)- Malaika Arora, Drashti Dhami, Kavita Devgan and Puneet Das
ટેટલી ગ્રીન ટી ઇમ્યૂન વેલનેસ વેલનેસ સેગમેન્ટમાં ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની મુખ્ય નવીનતા પૈકીની એક છે, જે ગ્રાહકોની બદલાતી માનસિકતાને ધ્યાનમાં રાખે છે. ગ્રીન ટીને મુખ્યત્વે હોટ બેવરેજીસ ગણવામાં આવે છે, જે શરીરને સુડોળ રાખવા બાહ્ય ફિટનેસમાં મદદરૂપ થઈ શકે છે. ટેટલી ગ્રીન ટી ઇમ્યૂન વિટામિન સી સાથે ગ્રીન ટીના ગુણો ધરાવે છે, જે રોગપ્રતિકારક ક્ષમતા જાળવવામાં મદદરૂપ થાય છે.
ટેટલી ગ્રીન ઇમ્યૂન એની લેટેસ્ટ ઓફર સાથે આંતરિક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે એન્ટિ-ઓક્સિડન્ટ ધરાવે છે, જે શરીરની રોગપ્રતિકારક વ્યવસ્થાને ટેકો આપવામાં મદદરૂપ થવા માટે જાણીતા વિટામિન સી ઉમેરવાની સાથે અંદરથી શરીરમાંથી બિનજરૂરી પદાર્થો દૂર કરવામાં મદદરૂપ થાય છે. ક્લાસિક ગ્રીન ટી ઇમ્યૂન ઉપરાંત ટેટલી ગ્રીન ટી ઇમ્યૂન લેમન એન્ડ હની, જિંજર, મિન્ટ એન્ડ લેમન તથા મેંગો ફ્લેવર સાથે કુદરતી મીઠાશની રસપ્રદ ફ્લેવર્સમાં ઉપલબ્ધ છે.
આ અંગે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના પેકેજ્ડ બેવરેજીસ (ભારત અને દક્ષિણ એશિયા)ના પ્રેસિડન્ટ પુનીત દાસે કહ્યું હતું કે, “અમે ઉપભોક્તાઓ વચ્ચે સ્વાસ્થ્ય અને વેલનેસના ટ્રેન્ડમાં વધારો જોઈએ છીએ. ટેટલી ગ્રીન ટી ઇમ્યૂન પર અમારું અભિયાન લોકો તેમની ફિટનેસના સંબંધમાં શંકા/ચિંતાની લાગણી દર્શાવવા વિઝ્યુઅલ ડિવાઇઝ ‘બબલ’નો ઉપયોગ કરે છે.
ફિટનેસના સંપૂર્ણ દ્રષ્ટિકોણ સાથે અમે ગ્રાહકના મગજમાંથી આ બબલને ફોડવા ઇચ્છતાં હતાં, કારણ કે અમે એ જણાવવા ઇચ્છીએ છીએ કે, ફિટ બહારથી હોવું પર્યાપ્ત નથી, પણ અંદરથી કે મનથી પણ સ્વસ્થ હોવું જરૂરી છે.
બેસ્ટ ફિટનેસપ્રેમીઓ સાથે આ આ #LagoBaaharSeFitAurAndarSeBhi ચર્ચા દ્વારા અમારો ઉદ્દેશ ગ્રાહકોને શારીરિક દેખાવ પર અને ફિટનેસના બહારના પાસાંઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આંતરિક સ્વસ્થતાને સમાન મહત્વ આપવા પ્રોત્સાહિત કરવાનો છે. ટેટલી ગ્રીન ટી ઇમ્યૂન વિટામિન સી સાથે નવીન પ્રોડક્ટ છે, જે અંદરથી ફિટની લાગણી પેદા કરવા સક્ષમ બનશે.”
આ પેનલ ડિસ્કશનમાં મલાઇકા અરોરાએ કહ્યું હતું કે, “મારા માટે બહારના દેખાવ કરતાં આંતરિક કે માનસિક ફિટનેસ વધારે મહત્વપૂર્ણ છે. તમને સ્વસ્થ બનાવવા તરફ દોરી જતું પગલું એક સમયે હંમેશા એક હશે. હું લોકોને હંમેશા સ્વસ્થ વિકલ્પો પસંદ કરવા અને તમારા રોજિંદા આહારમાં શું સેવન કરો છો એના પર ધ્યાન રાખવા અપીલ કરું છું.
ટેટલી ગ્રીન ટી ઇમ્યૂન શૂટ કે મારી મીટિંગ્સ વચ્ચે પસંદગીનું ડ્રિન્ક છે. મારું માનવું છે કે, આ ડ્રિન્ક મારી શરીરને અંદરથી ડિટોક્સિફાઈ કરવામાં મદદ કરે છે અને હવે વિટામિન સી સાથે આ અંદરથી ફિટ હોવાની લાગણી પેદા કરી શકશે ! આપણા #fitnessgoalsને #innerfitnessgoals બનાવવાનો સમય છે, કારણ કે આપ લગો બહાર સે ફિટ ઔર અંદર સે ભી!”
તમામ ગ્રીન ચીજવસ્તુઓ અને સેવન કરવામાં સરળતા પસંદ કરના દ્રષ્ટિ ધામીએ કહ્યું હતું કે, “બહારના દેખાવ પર કેન્દ્રિત દુનિયામાં અત્યારે આપણે આંતરિક ફિટનેસ પર ધ્યાન આપવાની જરૂર છે !! ફિઝિકલ ફિટનેસની જેમ આંતરિક ફિટનેસની સમજણ હોવી જોઈએ, એને મેળવવી જોઈએ અને આ માટે ઉચિત પગલાં લેવા જોઈએ.
આપણે તમામ મુશ્કેલ જીવનશૈલી ધરાવીએ છીએ, જેમાં તણાવ અને ચિંતા જોડાયેલા છે, એટલે ફિટ દેખાવવાની સાથે અંદરથી ફિટ હોવાની જરૂર છે. હું ભોજન પછી ઘણી વાર ટેટલી ગ્રીન ટી ઇમ્યૂનનું સેવન કરું છું, આ દરરોજ બપોરે 4 વાગ્યે મારો વેલનેસ કપ છે ! અત્યારે આંતરિક ફિટનેસ તરફ વળવાનો ઉચિત સમય છે અને ચાલો ટેટલી ગ્રીન ટી ઇમ્યૂનના એક કપ સાથે પહેલું પગલું ભરીએ.”
ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં ન્યૂટ્રિશનિસ્ટ અને પ્રસિદ્ધ લેખિતા કવિતા દેવગણે કહ્યું હતું કે, “આપણા બહારના દેખાવની સરખામણીએ આપણી આંતરિક સ્વસ્થતા વધારે મહત્વપૂર્ણ છે. મહામારીએ આપણને આ બોધપાઠ શીખવ્યો છે. આ માટે આપણે રોજિંદા ધોરણે આપણા આહારમાં ઉચિત ખાદ્ય પદાર્થો અને પોષક દ્રવ્યોને સામેલ કરવાની જરૂર છે.
વિટામિન સી રોગપ્રતિકારકતા વધારવા માટે જાણીતું છે અને એન્ટિઓક્સિડન્ટથી સમૃદ્ધ ખાદ્ય પદાર્થો બિનજરૂરી તત્વોને દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ કારણે એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર અને વિટામિન સી ધરાવતી ટેટલી ગ્રીન ટી ઇમ્યૂન એક લાભદાયક સંયોજન છે.”