પાઠ્યપુસ્તકો પસ્તીમાં આપવાને બદલે આ સંસ્થાને મોકલાવી દો

પોરબંદર, પોરબંદરમાં શૈક્ષણિક સત્ર પૂર્ણ થઈ રહ્યું છે. વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે જૂના પુસ્તકો પસ્તીમાં આપવાને બદલે કોઈ વિદ્યાર્થીને ઉપયોગી થાય તે માટે સંસ્થાને પહેલ કરી છે.
પોરબંદર હેપ્પી લેડી કલબ, રઘુવંશી એકતા, હિતેશ કારીયા ટિફિન સેવા દ્વારા અપીલ કરવામાં આવી છે કે શાળામાં રીઝલ્ટ આવી જાય, વેકેશન પડી જાય એટલે પાંચથી દસ હજારની કિંમતના પુસ્તકો સાત રૂપિયાના કિલોના ભાવે પસ્તીવાળાને એટલે કચરામાં જાય છે. તેથી જેની પણ પાસે પુસ્તકો, ઉપયોગી થાય તેવી નોટબુક, સ્ટેશનરીની વસ્તુ કે અન્ય ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓ અમોને પહોંચાડી આપશો
તો તે જરૂરીયાતમંદ સુધી પહોંચાડી આપીશું. ચોપડા રાવલિયા પ્લોટ ખાતે આવેલા રાધેશ્યામ મંદિર હિતેષ કારીયા ફ્રી ટીફીન સેવા ખાતે સાંજે પ.૦૦ થી ૬.૩૦ સુધીમાં પહોંચાડવાના રહેશે. ૩પ રૂપિયામાં પ૦૦૦ના પુસ્તકો કે અન્ય કચરાપેટીમાં જાય છે, તેના બદલે વિદ્યાનું દાન થશે.