ટેક્સટાઈલ વર્ચ્યુઅલ એક્સપો- ૫૦ લાખથી વધુ લોકોમાં પ્રચાર કરાશે
૨૪મી ઓગસ્ટથી ટેક્સટાઈલ વર્ચ્યુઅલ એક્સપો-દેશના સૌથી પ્રથમ વર્ચ્યુઅલ એક્સપો માટે બુકિંગ શરૂ, ૯૦ દિવસ સુધી ટેક્સટાઇલ વચ્ર્યુઅલ એક્સ્પો ચાલશે
અમદાવાદ, કાપડ બજારમાં પ્રવર્તી રહેલી ભયાનક મંદી ને દુર કરવા માટે મસ્કતી કાપડ મહાજન દ્વારા દેશનું પ્રથમ વર્ચ્યુઅલ એક્સપો યોજવામાં આવી રહ્યો છે. ૨૪મી ઓગસ્ટ થતો ટેક્સટાઇલ વર્ચ્યુઅલ એક્સપો ૯૦ દિવસ સુધી ચાલશે અને તેમાં દુનિયાભરના ૧૦૦ દેશોમાં ૫૦ લાખથી વધુ લોકો વચ્ચે પ્રચાર-પ્રસાર થશે. આટલું જ નહીં સાડા ચાર લાખ લોકોને તો ઓનલાઇન ઇન્વિટેશન પણ આપવામાં આવશે.
લાખો લોકો સુધી અમદાવાદના કાપડના વેપારીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા મટિરિયલની ડિઝાઇનો પણ પહોંચશે કાપડ બજાર ના અગ્રણીઓના જણાવ્યા મુજબ આ એક્સ્પોમાં ઘણી બધી વિશેષતાઓ રહેલી છે જેમકે સેક્સ બ્લુ માત્ર અમદાવાદના જ વેપારીઓનું નહીં પરંતુ દેશના તમામ વેપારી સંગઠનો તેની સાથે જોડાય તેના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.ભારતના તમામ ફેબ્રિક મહાજનો -એસોસિએશન અને એક્ઝિબિશનમાં એસોસિયેટ તરીકે જોડાવા અપીલ કરાશે. આ ઉપરાંત થ્રીડી ઈમેજમાં તમામ મટીરીયલ રજૂ કરવામાં આવશે
સાથે સાથે દુનિયાભરના કોઇપણ ક્લાયન્ટ કોઈપણ સ્ટોલની મુલાકાત લેશે તો તેના માટે તેણે ઓનલાઇન જે તે સ્ટોલ ધારકની મંજૂરી પણ લેવાની રહેશે. વેપારીઓ ખરીદનાર વેચનાર એકબીજા સાથે ર્હઙ્મૈહી મીટીંગ કરવાની સાથે-સાથે ડિજિટલ વીઝીટીંગ કાર્ડ ની પણ આપ-લે કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદના કોટન ઉપરાંત તમામ પ્રકારના ફેબ્રિક્સ મટીરીયલ તેમજ જુદી જુદી ડીઝાઈનો અને જુદા જુદા માટેરિયલ વિશ્વભરના વેપારીઓ ઓનલાઇન જોઈને તથા ચેક કરીને ઓર્ડર આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.