Western Times News

Gujarati News

૨૨-૨૩ ફેબ્રુઆરીએ અમદાવાદમાં થાઈલેન્ડવીક રોડ શો ૨૦૨૩ યોજાશે

અમદાવાદ, થાઈલેન્ડવીક રોડ શો ૨૦૨૩નું ભવ્ય આયોજન આગામી તા. ૨૨ અને ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન ગ્રેસિયા હોલ, વાયએમસીએ, અમદાવાદ ખાતે તથા તા. ૨૫, ૨૬, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર સુરત ખાતે ડીઆટીપી દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું વ્યવસ્થાપન ઈન્ડો-થાઈ ચેમ્બર કરી રહ્યું છે.

ઈન્ડો-થાઈ ચેમ્બર એમ.એસ.એમ.ઇના હબ તરીકે ઓળખાતા ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારનું હબ બનાવવાની દિશામાં પ્રયત્નશીલ છે. થાઈલેન્ડ વીક રોડ શો ૨૦૨૩નો ઉદ્‌?ઘાટન સમારોહ બુધવાર, તા.૨૨ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે અમદાવાદ ખાતે યોજાશે. જેમાં ભારતમાં થાઈલેન્ડના એમ્બેસેડર માનનીય પટ્ટરત હોંગટોંગ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, અમદાવાદના પ્રમુખ પથિક એસ. પટવારી વિશેષ અતિથિ તથા રાજકોટના સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરા અને એક્ઝિમ ક્લબ-વડોદરાના પ્રમુખ રાજન નાયર સમારોહમાં માનવંતા મહેમાન તરીકે સ્થાન શોભાવશે.

થાઈલેન્ડ વીક રોડ શો ૨૦૨૩માં થાઈલેન્ડના વિવિધ પ્રાંતમાંથી કુલ ૪૦ જેટલા સાહસિકોએ પ્રદર્શનમાં ભાગ લીધો છે. જેમાં ફૂડ એન્ડ બેવરેજીસ, ફેશન, જ્વેલરી, હાઉસહોલ્ડ, પાલતુ પ્રાણીઓ માટેની પ્રોડક્ટ્‌સ અને હેલ્થ એન્ડ બ્યુટી પ્રોડક્ટ્‌સ વગેરે ઉત્પાદનો અને સર્વિસીઝ પ્રદર્શિત કરવામાં આવશે અને થાઈ ફૂડચેઇનની ફ્રેન્ચાઈઝી ઓફર કરશે.
રોડ શો દરમિયાન થાઈલેન્ડના પ્રખ્યાત શેફ દ્વારાએક કુકીંગ શોનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં થાઈલેન્ડની અલગ અલગશુદ્ધ શાકાહારી રેસિપીનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવશે.

આ ઉપરાંત પ્રદર્શન દરમિયાન થાઈલેન્ડના લોક નૃત્યની અદભુત કૃતિના પ્રદર્શનનું પણ આયોજન કરાયુ છે. આ આયોજનમાં ગુજરાતના કુલ ૧૩ જેટલા ચેમ્બર અને એશોસિએશન્સનો સહકાર પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત ૧૪ જેટલી સંસ્થાઓ એસોસિએટ્‌?સ તરીકે જાેડાયા છે. થાઈલેન્ડ વીક રોડ શો ૨૦૨૩ પ્રદર્શન જાહેર જનતા માટે સવારે ૧૦ઃ૦૦ થી સાંજે ૬ઃ૩૦ કલાક સુધી ખુલ્લુ રહેશે.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.