૨૦૦ કરોડથી વધારે છે થલાઈવાની ફી, તેમ છતાં છે પાછળ !
મુંબઈ, સાઉથના સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતને ચાહકો થલાઈવા કહે છે. તેમણે માત્ર સાઉથ નહિ પરંતુ બોલિવુડમાં પણ પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ જીત્યા છે. આજે તેની ઓળખ દુનિયાભરમાં છે. રજનીકાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી મોંઘા સ્ટારમાંથી એક છે.
રિપોર્ટ અનુસાર તે એક ફિલ્મ માટે ૨૦૦ કરોડથી વધારે ચાર્જ લે છે. પરંતુ શું તમે જાણો છો કે, જે એક અભિનેતા મેળવી ન શક્યો તે એક કોમેડિયન અને અભિનેતા બ્રહ્માનંદમે મેળવ્યું છે. જે થલાઈવાથી વધુ અમીર છે. તો ચાલો તેના વિશે જાણીએ. બ્રહ્માનંદમે વર્ષ ૧૯૮૫માં પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી.
શરુઆતમાં નાના-મોટા રોલ કરતો હતો પરંતુ આજે તે પોતાની એક્ટિંગથી મોટું નામ કમાયું છે. તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. તે ઈન્ડસ્ટ્રીની લગભગ તમામ ફિલ્મોમાં જોવા મળે છે. રજનીકાંતે તેનાથી ૧૦ વર્ષ પહેલા ૧૯૭૫માં એક્ટિંગથી ડેબ્યુ કર્યું હતુ.
આજે બંન્ને સ્ટારની મોટી ફેનફોલોઈંગ છે.ફિલ્મમાં નાનો રોલ હોય છે. પરંતુ તેના રોલમાં તે તનતોડ મહેનત કરે છે.એટલા માટે આજે તેનું નામ સૌથી વધારે ચાર્જ લેતા સ્ટારમાં નામ આવે છે. તે ઈન્ડસ્ટ્રીનો ટોપ કોમેડિયન પણ છે.બ્રહ્માનંદમ અને રજનીકાંતના નેટવર્થની વાત કરીએ તો બ્રહ્માનંદમ, થલાઈવાથી ખુબ આગળ છે.
કોમેડિન પોતાના ૩૯ વર્ષના કરિયરમાં અંદાજે ૧૧૦૦ ફિલ્મો કરી છે. તે રજનીકાંતથી વધારે અમીર છે. રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૪માં બ્રહ્માનંદની નેટવર્થ અંદાજે ૫૫૦ કરોડ રુપિયા છે. તો રજનીકાંતની નેટવર્થ ૪૩૦ કરોડ રુપિયા છે.SS1MS