21 નવેમ્બર પહેલા OTT ઉપર રિલીઝ થશે થલાપતિ વિજયની “લિયો”

સાઉથના સુપરસ્ટાર થલપાતિ વિજયની ફિલ્મ લિયોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. તેની રિલીઝ બાદ પણ ચાહકોમાં ફિલ્મને લઈને ભારે ક્રેઝ છે. આ ફિલ્મ ૧૯ ઓક્ટોબરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પોતાની જાેરદાર કમાણી સાથે ઘણા રેકોર્ડ બનાવ્યા.
હવે આ ફિલ્મ ઓટીટી પર રીલિઝ થવા જઈ રહી છે, પરંતુ તેની રિલીઝ ડેટ અગાઉથી નક્કી કરવામાં આવી છે. ખરેખર, થિયેટરોમાં તહેલકો મચાવ્યા બાદ લીયો હવે ઓટીટી પર હલચલ મચાવવા માટે તૈયાર છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર ૨૧ નવેમ્બરના રોજ રીલિઝ થવા જઈ રહી છે.
પરંતુ હવે ઈન્ડિયા ડોટ કોમમાં છપાયેલા અહેવાલ મુજબ આ ફિલ્મ આ પહેલા પણ ઓટીટી પર રીલિઝ થવા જઈ રહી છે. આ રિપોર્ટ અનુસાર, થલાપતિ વિજયની લીયોનું પ્રીમિયર ૨૧ને બદલે ૧૬ નવેમ્બરે નેટફ્લિક્સ પર થશે. જાે કે, હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ સમાચાર પછી, અમે કહી શકીએ કે જાે આ સાચું થશે તો તે થલાપતિના ચાહકો માટે આશ્ચર્યથી ઓછું નહીં હોય.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્દેશન લોકેશ કંગરાજે કર્યું છે. ફિલ્મમાં થલાપતિ વિજયની સાથે સંજય દત્ત, ત્રિશા, ગૌતમ વાસુદેવ મેમણ, મિશ્કીન, મેડોના સેબેસ્ટિયન જેવા ઘણા સ્ટાર્સ જાેવા મળે છે. ફિલ્મની સ્ટોરી અને એક્શનથી ભરપૂર વાર્તા દર્શકોને ઘણી પસંદ આવી છે. આ ફિલ્મ રિલીઝના માત્ર ૬ દિવસમાં રૂ. ૫૦૦ કરોડને પાર કરનારી પ્રથમ તમિલ ફિલ્મ બની છે.
ફિલ્મને લઈને ક્રિટિક્સ અને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ જાેવા મળી રહ્યો છેક્ સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની ફિલ્મ લિયોને ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ જ શાનદાર કમાણી કરી છે. વિજયના ફેન્સ આ ફિલ્મ જાેઈને ખૂબ જ ખુશ છે.