‘ઓપરેશન અભ્યાસ’ અંતર્ગત થલતેજના પેલેડિયમ મોલ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ

અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમારના માર્ગદર્શનમાં ‘ઓપરેશન અભ્યાસ‘ અંતર્ગત થલતેજના પેલેડિયમ મોલ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી. આ સિવિલ મોકડ્રીલમાં સિવિલ ડિફેન્સ અંગે નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
પેલેડિયમ મોલ ખાતે મુકવામાં આવેલી સિવિલ ડિફેન્સની મેજર સાયરન અને ફાયર એલાર્મ વાગ્યા બાદ સૌ કોઈના ચહેરા પર એક ડરનો માહોલ આવી ગયો હતો. આ બિલ્ડીંગમાં કોઈપણ પ્રકારનો ખતરો ઊભો થાય ત્યારે આ પ્રકારની સાયરન વાગતી હોય છે. સાયરન વાગ્યા બાદ તરત જ ફાયર વિભાગની ટીમ દ્વારા બિલ્ડીંગ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો, જ્યાં આગ લાગી હતી ત્યાં તરત આગ બુજાવવામાં આવી. સૌ કોઈને જિલ્લા વહીવટી તંત્ર, ફાયર વિભાગ, મોલના સ્ટાફ તેમજ પોલીસ દ્વારા સૌને સલામત સ્થળે એટલે કે બેઝમેન્ટમાં ખસેડવામાં આવ્યા હતા.
આ મોકડ્રીલ દરમિયાન ઇજાગ્રસ્તને તાત્કાલિક ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મેડિકલ ની ટીમ ઉપસ્થિત હતી અને સૌ કોઈ ઘાયલને સારવાર આપવામાં આવી રહી હતી.
આ મોકડ્રીલ દરિમયાન આગ બુઝાવવાની, લોકોને સલામત સ્થળે પહોંચાડવાની, રેસ્ક્યુની, ઘાયલને તાત્કાલિક ૧૦૮માં લઈ જવાની, ઘટના સ્થળ પર મેડિકલ ટીમ દ્વારા સારવારની, પોલીસ દ્વારા લોકોને સલમાત જ સ્થળે પહોંચાડવાની પેલેટિનિયમ મોલના સ્ટાફ દ્વારા લોકોને સલામતી સ્થળે પહોંચાડવાની મોકડ્રિલ યોજાઈ હતી.
આ મોકડ્રીલ દરમિયાન નોડલ અધિકારી શ્રી સંકેત પટેલ ફાયર વિભાગના અધિકારીઓશ્રીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓશ્રીઓ રેવન્યુ વિભાગના અધિકારીઓશ્રીઓ, ૧૦૮ની ટીમ , સિવિલ ડિફેન્સના અધિકારીશ્રીઓ આરટીઓના અધિકારીઓશ્રીઓ, આર એન્ડ બી વિભાગના અધિકારીઓશ્રીઓ, પોલીસના અધિકારીશ્રીઓ તેમજ સ્ટાફ જીએસઆરટીનો સ્ટાફ, પ્લેટિનમ મોલનો સ્ટાફ તેમજ ૫૦૦ થી વધુ લોકો મોકડ્રીલમાં સહભાગી થયા હતા.