Western Times News

Gujarati News

થાનગઢ મહિલાઓએ મોંઘવારી મુદ્દે સભા પહેલા હોબાળો બોલાવી દેખાવો કર્યા

સ્મૃતિ ઈરાનીની સભા પહેલા મહિલાઓએ હોબાળો બોલાવી દેખાવો કર્યા-આ ઘટના બાદ સભામાં અફડાતફડીનો માહોલ સર્જાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભા સીટ પર હાલ ચૂંટણી પ્રચારનો માહોલ એની ચરમસીમાએ છે. સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ, ચોટીલા, દસાડા, લીંબડી અને ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા સીટ પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે.

સુરેન્દ્રનગરના થાનગઢમાં સ્મૃતિ ઈરાનીની સભા પહેલા મહિલાઓએ હોબાળો બોલાવી દેખાવો કર્યો હતો. આ સભામાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર હતા. આ ઘટના બાદ સભામાં અફડાતફડીનો માહોલ સર્જાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા વિધાનસભા સીટ પર ભાજપના શામજી ચૌહાણ, કોંગ્રેસની વર્તમાન ધારાસભ્ય રૂત્વિક મકવાણા અને આમ આદમી પાર્ટીના રાજુ કરપડા વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.

ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હોઈ રસાકસીનો જંગ છે. ચોટીલામાં રાજુ કરપડા, ઋત્વિક મકવાણા અને શામજી ચૌહાણ મેદાનમાં છે. પરંતુ કોને કેટલા મત મળશે તે અંગે અનુમાન કરવું મુશ્કેલ લાગી રહ્યું છે. રાજકીય પક્ષોના ઉમેદવારો પણ અસમંજસમાં છે. કારણ કે ક્યાંક સભામાં ભારે ભીડ જાેવા મળે છે. તો ક્યાંક ખુરશીઓ ખાલી રહે છે.

મતદારોને રીઝવવા માટે ઉમેદવારો અનેક પ્રયાસો કરી રહ્યા છે. સામ, દામ, દંડ અને ભેદનો ઉપયોગ કરીને અન્ય પક્ષના કાર્યકરોને પોતાના પક્ષમાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ મતદારો જાણે મૌન ધારણ કરીને બેઠા હોય તેમ લાગી રહ્યું છે.
ચોટીલામાં આ વખતે ૩ લાખ ૮ હજાર ૯૯૨ મતદારો છે.

જેમાંથી સ્ત્રી મતદારો ૧,૩૭,૩૫૮ અને પુરુષ મતદારો ૧,૨૪,૨૮૫ છે. જ્યારે ચોટીલામાં જ્ઞાતિ પ્રમાણે મતદારોની સંખ્યા જાેઈએ તો તળપદા-ચુંવાળિયા કોળી ૧,૨૩,૦૦૦, માલધારી, રબારી, ભરવાડ ૨૯,૦૦૦, દલિત ૨૨,૦૦૦, ક્ષત્રીય ૧૧,૭૦૦, કાઠી દરબાર ૮૦૦૦, પાટીદાર ૮૭૮૦ રજપૂત, પ્રજાપતિ, સથવારા/દલવાડી ૧૯,૦૦૦, સાધુ મહારાજ ૪૮૬૦, મુસ્લિમ ૪૮૮૫ અને દેવીપૂજક ૪૭૬૨ મતદારો છે.

જેમાં જ્ઞાતિવાદના સમીકરણોથી જાેઈએ તો ચોટીલામાં કોળી સમાજના મતદારોનું પ્રભુત્વ છે..તેથી ઋત્વિક મકવાણા અને શામજી ચૌહાણ વચ્ચે જંગ જામી શકે. પરંતુ રાજુ કરપડા પાંચ, સાત વર્ષથી સક્રિય ખેડૂતોના મુદ્દાને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે. આમ આ વખતે મતદારોનો મિજાજ કળવો મુશ્કેલ લાગી રહ્યો છે. પહેલી ડિસેમ્બરે મતદારો બટન દબાવીને કોને મત આપે છે. તેની જાણ ૮ ડિસેમ્બરે થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.