થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી પોલીસે પોષડોડાનો જથ્થો ઝડપ્યો
પોલીસે કુલ ૧૧ લાખ ૮૫ હજારના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
(એજન્સી)પાલનપુર, બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીને ધ્યાને લઈ સાત ચેક પોસ્ટથી વધારીને ૩૦ જેટલી ચેકપોસ્ટ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે. ચૂંટણીને ધ્યાને લઈ ચેક પોસ્ટો પર સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ટુ વ્હીલરથી લઈ મોટા ટેલર સુધી જીનવટ ભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
જેમાં થરાદ ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમિયાન એક શંકાસ્પદ ટ્રેલર રોકાવી પોલીસે ચેક કરતા ટ્રેલર ગાડીમાં ડ્રાઇવર પાંચારામ જાટ (રહે. કરના ચંપા ભાખરી, બાડમેર રાજસ્થાન)વાળાની પોતાના કબ્જાની ગાડીમાં વગર પાસ પરમીટનો અને ગેરકાયદેસર રીતેનો માદક પદાર્થ પોષડોડાનો જથ્થો વજન- ૬૦ કિલોગ્રામ કિંમત ૧ લાખ ૮૦ હજાર સાથે મળી
કુલ ૧૧ લાખ ૮૫ હજારના મુદ્દામાલ સાથે પકડાયેલા ઈસમ વિરૂદ્ધ એન.ડી.પી.એસ.ના કાયદા મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણીનાં પગલે રાજ્યભરમાં પોલીસ એલર્ટ થયેલી છે. ખાસ કરીને અન્ય રાજ્યોની સાથે જાેડાયેલાં માર્ગાે ઉપર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.