Western Times News

Gujarati News

થરાદથી અમદાવાદ સુધીના 214 કિ.મી.ની લંબાઈના સિક્સ લેન હાઈસ્પીડ કોરીડોર માટે રૂ. ૧૦,૫૩૪ કરોડ મંજૂર

ગુજરાતમાં થરાદ-મહેસાણાઅમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરીડોરને મંજૂરી આપવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો હ્રદયપુર્વક આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં થરાદ-મહેસાણાઅમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરીડોરને મંજૂરી આપવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો હ્રદયપુર્વક આભાર વ્યક્ત કર્યો છે. વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટીની બેઠકે દેશમાં કુલ રૂ. ૫૦,૬૫૫ કરોડના વિવિધ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટને મંજૂરી આપી છે.

વડાપ્રધાનશ્રીએ ભારતમાલા પરિયોજનામાં એક મહત્વ પૂર્ણ પ્રોજેક્ટસ અન્વયે થરાદથી અમદાવાદ સુધીના ૨૧૪ કિ.મી. ની લંબાઈના સિક્સ લેન એક્સેસ કંટ્રોલ્ડ નેશનલ હાઈ સ્પીડ કોરીડોર માટે રૂ. ૧૦,૫૩૪ કરોડ મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલેબનાસકાંઠાપાટણમહેસાણાગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓમાંથી પસાર થનારા આ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણથી રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વધુ વેગ મળશે તેમ વડાપ્રધાનશ્રીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું છે.

તેમણે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રીશ્રી નિતિન ગડકરીજીનો પણ ગુજરાતને આ માતબર રકમ મંજૂર કરવા માટે આભાર દર્શાવતા ઉમેર્યુ છે કેઆ કોરીડોર ફાર્માઈલેક્ટ્રોનીક્સ ક્લસ્ટર્સ અને એસ.ઈ.ઝેડ. સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોને બહેતર કનેક્ટિવિટી આપશે. એટલું જ નહિમાલસામાનના પરીવહન ખર્ચમાં ઘટાડો અને સમયમાં બચત પણ થશે.

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ભારતમાલા પરિયોજના ફેઝ-૧ અન્વયે અમૃતસરથી જામનગર સુધી સિક્સ લેન એક્સેસ કંટ્રોલ્ડ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વેનું નિર્માણ હાથ ધરાઈ રહ્યું છે. આ આર્થિક કોરીડોર પંજાબહરિયાણારાજસ્થાન અને ગુજરાતમાથી પસાર થઈ રહ્યો છે. તેમ જ અમૃતસર અને મુંબઈ વચ્ચે એક્સપ્રેસ-વે કનેક્ટિવિટી પૂર્ણ કરવા માટે અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરીડોરને ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વે દ્વારા અમદાવાદ સાથે જોડવાની જરૂરિયાત છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સંદર્ભમાં થરાદડિસામહેસાણા-અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરીડોર માટે મંજૂરી આપીને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ સાથે કનેક્ટિવિટીની મહત્વપૂર્ણ દીશા ખોલી આપી છેતેમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રી અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે.   


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.