ઠાસરા તાલુકામાં કે.ડી.સી.સી.બેંકની ‘નવ નિર્મિત’ નેશ શાખાનું ઉદ્ઘાટન કરાયું

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો.ઓ.બેંક લી.નડિયાદની ‘નવ નિર્મિત’ નેશ શાખાના ઉદ્દઘાટન તથા બેંકના ચેરમેન તેજસભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ બેન્ક દ્વારા શરૂ કરેલ ” આત્મનિર્ભર સ્વરોજગાર યોજના ” ઘર-ઘર કેસીસી તથા પશુપાલન કેસીસી યોજના ,
માઇક્રો એટીએમ, વ્હોટસએપ બેન્કિંગ, ટેબ્લેટ બેન્કિંગ,લોન મેજમેન્ટ સિસ્ટમ જેવી ડિજીટલ સુવિધાઓ હેઠળ નેશ તથા આજુ બાજુના ગામના નાગરિકોને બેન્કની વિવિઘ ધિરણલક્ષી યોજનાઓ તેમજ ઉપરોક્ત વિવિધ બેન્કિંગ સેવાઓની સમજૂતિ આપવા શિબિરનું આયોજન યોજાયેલ.
કાર્યક્રમમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના કુશળ નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિ અભિયાન હેઠળ ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક ,નડિયાદના કાર્યશીલ ચેરમેનશ્રી તેજસભાઇ પટેલ સાહેબ ના નેતૃત્વ હેઠળ તા.૩૦/૦૩/૨૦૨૫ રવિવારે બેન્કની નેશ શાખા ના નવ નિર્મિત નવીન શાખાના ઉદ્દઘાટન તથા શિબિરનું આયોજન પણ બેન્ક દ્વારા કરેલ જેમાં નેશ ગામની મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા,
શિબિરમાં બેન્કની ડિપોઝિટ યોજનાની સમજૂતી ,કેવાયસી અંગેની જાગૃતિ,ડિજિટલ બેન્કિંગ તથા માઈક્રો એટીએમની સમજુતી,બેંકની વિવિધ ધિરાણલક્ષી યોજનાની માહિતી,રિકવરી અંગેની માહિતી ,સામાજિક જન જાગૃતિ અંગેની સમજૂતી,સી ટુ સી ( સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર),સેવા મંડળીઓનું કોમ્પુટર રાઇઝેશન,સેવા મંડળી સી એસ સી
(કોમન સર્વિસ સેન્ટર) અંતર્ગત મંડળીઓ વિવિધ કામગરી કરી શકશે તેવી માહિતી આપવામાં આવી,ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટએ એક પેડ માં કે નામ નાં સંદર્ભમાં સૌ કર્મચારી મીત્રો,દરેક મંડળીના સભાસદો અને ખેડૂતો પોતાના ઘરના આંગણે વૃક્ષ વાવે એવી પહેલ કરી હતી.