Western Times News

Gujarati News

૧૩૫ વર્ષ જૂના મંદિરને ૮ કરોડની કરન્સી નોટ અને સોનાથી શણગારીને સુશોભિત કરાયું

વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશમાં એક મંદિર ખૂબ જ અલગ રીતે શણગારવામાં આવતા આ મંદિરે લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. દેવી વાસવી કન્યાકા પરમેશ્વરી માતાનું મંદિર ૧૩૫ વર્ષ જૂનું છે. આ મંદિર કરન્સી નોટો અને સોનાથી શણગારવામાં આવ્યું છે.

આ મંદિરની વાસ્તુકલા ખૂબ જ પ્રભાવશાળી છે. નવરાત્રી દરમિયાન આ મંદિર ખૂબ જ અલગ રીતે શણગારવામાં આવ્યું છે. મંદિરના અધિકારીઓએ દેવીને ૮ કરોડ રૂપિયાના ધન અને સોનાના ઘરેણાથી શણગાર્યા છે. જેમાં ૬ કિલો સોનું, ૩ કિલો ચાંદી અને ૬ કરોડ રૂપિયાની કરન્સી શામેલ છે. દેવીની સાથે સાથે મંદિરને પણ કરન્સી નોટો અને સોના ચાંદીથી સુશોભિત કરવામાં આવ્યા છે.

ઝાડ અને છત પર પણ નોટોના બંડલ લગાવવામાં આવ્યા છે. શુક્રવારે દેવી મહાલક્ષ્મીના અવતારના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. મંદિર લગભગ બે દાયકાથી દશેરા દરમિયાન દેવીને સોના અને રોકડથી શણગારવાની પરંપરાનું પાલન કરે છે.

અનુસાર આ પરંપરાની શરૂઆત થઈ ત્યારે મંદિરને ૧૧ લાખ રૂપિયાથી શણગારીને સુશોભિત કરવામાં આવ્યું હતું. દર વર્ષે આ રકમમાં વધારો કરવામાં આવી રહ્યો છે. મંદિરના અધિકારીઓએ જણાવ્યું છે કે, પૈસા અને સોનુ ભક્તો તરફથી આપવામાં આવે છે. પૂજા અર્ચના બાદ ભક્તોને સોનુ અને પૈસા પરત આપી દેવામાં આવે છે. જેમાંથી એક પણ રૂપિયો મંદિરની ટ્રસ્ટમાં જમા કરવામાં નહીં આવે.

અધિકારીએ જણાવ્યું કે, સવારે વિશેષ પ્રાર્થના બાદ મંદિરમાં અને દેવીને વિશેષ શણાગાર કરવામાં આવ્યો હતો. આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે. ભક્તો માને છે કે, દેવીને આપવામાં આવેલ સોના અને રોકડનો પ્રસાદ તેમના માટે ભાગ્યશાળી સાબિત થશે.

સમગ્ર ભારતમાં શારદીય નવરાત્રી અને દશેરાનો વૈભવ જાેવા મળી રહ્યો છે. આ તહેવાર નવ રાત સુધી ચાલે છે. આ તહેવાર આ વર્ષે ૨૬ સપ્ટેમ્બરના રોજ શરૂ થયો છે, જે ૫ ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, નવરાત્રી સમયે માતા દુર્ગા સાંસારિક નિવાસમાં આવે છે અને ભક્તો પૂજા અર્ચના કરીને તેમના આશીર્વાદ મેળવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.