હળવદ હરસિધ્ધિ માઁ મંદિરનો ૧૩મો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો
(પ્રતિનિધિ) હળવદ, હળવદ સરકારી દવાખાના પાસે આવેલ હરસિદ્ધિ માઁ મંદિરનો ૧૩મો પાટોત્સવની ફાગણ સુદ ત્રીજના રોજ નવચંડી યજ્ઞ દ્વારા શ્રદ્ધા-ભક્તિ પૂર્વક ઉજવણી કરવામા આવેલ હતી. જેના મુખ્ય યજમાન પદે સતત છેલ્લા પાંચ વર્ષથી ઉર્વશી બેન અને દિલીપભાઈ ત્રિવેદી(ગોંડલ વાળા)નો પરિવાર રહ્યો હતો.આ તકે ટુટિંગ લંડન સ્થિત વતનપ્રેમી અને માતાજીમા અતૂટ શ્રધ્ધા ધરાવતા મંદિરના ૮૮ વર્ષીય ટ્રસ્ટી અને અતિથિ ભુવનના મુખ્ય દાતા એવા ભાનુશંકરભાઈ જાેશી પાટોત્સવમા સહભાગી થવા અત્રે આવેલ હતા.
આ તકે સર્વે ટ્રસ્ટી ગણ દ્વારા પાંચ વર્ષથી સતત યજમાન તેમજ અન્ય દાતા-યજમાનોને સન્માનિત કરવામા આવ્યા હતા.ત્યારે,ટોટરીયા જાેશી અને ત્રિવેદી પરિવારના સહીત આમંત્રીતો એ યજ્ઞ-પૂજા-દર્શનના લાભ સાથે સમૂહ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવા સર્વે ટ્રસ્ટીઓ ભાનુશંકરભાઈ જાેશી,કિશોરભાઈ જાેશી, દિવ્યકાંતભાઈ ત્રિવેદી,ગૌતમભાઈ ત્રિવેદી,વિનયભાઈ ત્રિવેદી સહીત ભાવિક-ભક્તો એ જહેમત ઉઠાવી હતી.