બાયડની દિપેશ્વરી હાઇસ્કુલમાં ક્ષત્રિય સમાજનો ૧૮મો સમૂહ લગ્નોત્સવ યોજાયો
(પ્રતિનિધિ)બાયડ, બાયડ તાલુકાના છાપરીયા ખાતે આવેલી દીપેશ્વરી હાઈ સ્કૂલમાં ક્ષત્રિય સમાજનો ૧૮ મો સમૂહ લગ્નોત્સવ યોજાઈ ગયો આ સમૂહ લગ્નોત્સવમાં નવ દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા જ્યારે છાપરીયા ખાતે આવેલી દિપેશ્વરી હાઈસ્કૂલમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ લગ્નોત્સવ યોજાયો આ પ્રસંગે બાયડના માજી ધારાસભ્ય ઉદેસિંહ ઝાલા, બાયડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ માનસિંહ સોઢા પરમાર, જિલ્લા ઉપપ્રમુખ ભુપતસિંહ સોલંકી, સરપંચો, આગેવાનો અને ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.