Western Times News

Gujarati News

૧૮મી લોકસભાની ચૂંટણી એપ્રિલ કે મે મહિનામાં યોજાઈ શકે છે

નવી દિલ્હી, હાલ દેશમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જોકે અત્યાર સુધી ભારતના ચૂંટણી પંચે આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી પરંતુ શક્ય છે કે, ૧૮મી લોકસભાની ચૂંટણી એપ્રિલ કે મે મહિનામાં યોજાઈ શકે છે. ચૂંટણી પંચ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહ અથવા માર્ચના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી અપેક્ષા છે.

મહત્વનું છે કે, ૧૭મી લોકસભાનો કાર્યકાળ ૧૬ જૂન ૨૦૨૪ના રોજ પૂરો થઈ રહ્યો છે. છેલ્લી લોકસભા ચૂંટણી એપ્રિલ-મે ૨૦૧૯માં યોજાઈ હતી. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૩૦૩ સીટો જીતી હતી, જ્યારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સએ ૩૫૩ સીટો જીતી હતી અને નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બન્યા હતા.

એક ચર્ચા એવી પણ છે કે, અત્યાર સુધી ચૂંટણી પંચે ન તો ચૂંટણીની તારીખો અંગે કોઈ માહિતી આપી છે અને ન તો ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે પરંતુ એવું માનવામાં આવે છે કે, ૨૦૨૪માં ૭ તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. ૨૦૧૯માં ચૂંટણી ૭ તબક્કામાં પૂર્ણ થઈ હતી.

એવી ધારણા છે કે, ગત વખતની જેમ આ વખતે પણ એપ્રિલમાં મતદાન થઈ શકે છે અને મે મહિનામાં પરિણામ જાહેર થઈ શકે છે. આ તરફ ૨૦૧૯ અને ૨૦૨૪ વચ્ચે વિપક્ષનું સ્વરૂપ બદલાયું છે. આ દરમિયાન દ્ગડ્ઢછમાં સામેલ કેટલાક પક્ષો આ વખતે દ્ગડ્ઢછ વિરુદ્ધ ઉભા જોવા મળશે. આ સિવાય ૨૦૧૯માં અલગ-અલગ ચૂંટણી લડનાર રાજકીય પક્ષો ભાજપના વિજય રથને રોકવા માટે એકસાથે ચૂંટણી લડી શકે છે.

વિપક્ષના ઈન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી , દ્રવિડ મુનેત્ર કઝગમ અને શિવસેના (ઉદ્ધવ જૂથ) સામેલ છે. જોકે આ પક્ષો વચ્ચે સીટની વહેંચણી પહેલા જ વિભાજનના અહેવાલો સામે આવી રહ્યા છે.

વિપક્ષી એકતાના શિલ્પી ગણાતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પહેલા જ એનડીએમાં સામેલ થઈ ગયા છે. તે જ સમયે બંગાળના સીએમ મમતા બેનર્જી તમામ સીટો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ પણ પંજાબની તમામ સીટો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

ભારતીય રાષ્ટ્રીય લોકશાહી સમાવિષ્ટ ગઠબંધન જે ભાજપની જીતને રોકવા માટે રચાયેલ છે, તેમાં કોંગ્રેસ, સીપીએમ, ડીએમકે, સીપીઈ, આરજેડી, જેએમએ,એનસીપી (શરદ પવાર), શિવસેના એસપી, આઝાદ. સમાજ પાર્ટી, સીપીઆઈ (એમએલ), એયુએમએલ, કેએમડીકે, એમકેકે, એમડીએમકે, વીસીકે, જેકેપીડી, પીડબ્યુપી, જેવા પક્ષોનો સમાવેશ થાય છે.

બીજી તરફ, ભાજપ સિવાય ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએમાં જેડીએસ, જેડીયુ, એલજેપી, શિવસેના ( એકનાથ શિંદે ), એનસીપી (અજિત પવાર), એપીપી, આરએલજેપી, એચએએમ, એજીપી, નિષાદ પાર્ટી, એમએનએફ અને અકાલી દળનો સમાવેશ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.