Western Times News

Gujarati News

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ૨૦૭ મો રંગોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવ્યો

ચરોતરના ૩૦ થી વધુ ગામોના ૩૦૦ જેટલા સ્વયંસેવકોએ ખડે પગે સેવા બજાવી

(પ્રતિનિધિ) આણંદ, વડતાલ મંદિરના હરી મંડપ પાછળ આવેલ વિશાળ પટાંગણમાં ૨૦૭ મો ભવ્ય રંગોત્સવ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા ચેરમેન દેવ પ્રકાશ સ્વામી, કોઠારી ડોક્ટર સંત સ્વામી સત્સંગ મહાસભાના પ્રમુખ શા. નૌતમપ્રકાશદાસજી તથા બાપુ સ્વામી, વિષ્ણુ સ્વામી (અથાણાવાળા) ની ઉપસ્થિતિમાં ધામધૂમ પૂર્વક રંગોત્સવ ઉજવાયો હતો. સવારે મંગળા આરતી બાદ નીજ મંદિરમાં બિરાજમાન દેવોને ખજૂર ધણી ચણા અને ખાંડના હારડાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

સુરત રામપુરા મંદિરના કોઠારી પી .પી.સ્વામી ટ્ઠરંગોત્સવની કથાનું રસપાન કરાવ્યું હતું. આ રંગોત્સવમાં પ.પૂ. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે સૌ હરી ભક્તોને રંગભીના આશીર્વાદ પાઠવ્યા હતા. પૂજ્ય મહારાજ શ્રી તથા સંતો દ્વારા આકાશમાં રંગબેરંગી ફુગ્ગા ઉડાડી રંગોત્સવ નો પ્રારંભ કર્યો હતો. પૂજ્ય મહારાજ શ્રી તથા પૂ. સૌરભ પ્રસાદજી મહારાજ અને પૂ. દ્ધિજેન્દ્રપ્રસાદજી મહારાજે હરિભક્તો પર મોટી પિચકારીઓ વડે કેસુડાના જળથી ભક્તોને ભીંજવ્યા હતા. ડીજેના તાલે હરિભક્તો ઝુમી ઉઠ્‌યા હતા. સતત ત્રણ કલાક સુધી રંગબેરંગી પાણીની છોળો અને ૩૦૦૦ કિલો અબીલ ગુલાલ અને ૨ હજાર કિલો પાંદડીઓના ૨૫૦ થી વધુ બ્લાસ્ટ કરી ઉડાવવામાં આવી હતી.

ચરોતરના ૩૦ થી વધુ ગામોના ૩૦૦ જેટલા સ્વયંસેવકોએ ખડે પગે સેવા બજાવી હતી. આ પ્રસંગે સંસ્કૃત પાઠ શાળાના અભ્યાસ કરતા વડતાલના સંતોએ સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી દ્વારા લેવાયેલા સાહિત્ય વિષય પરીક્ષામાં પ્રથમ શ્રેણીમાં ઉતીર્ણ થનાર નયન પ્રકાશ સ્વામી, માનસ પ્રકાશ સ્વામી, અક્ષર પ્રિયા સ્વામી તથા વડતાલ મંદિરના પૂજારી બ્રહ્મચારી પ્રભા નંદનજી ગુરુ હરિસ્વરૂપાનંદજી ને પૂ. આચાર્ય મહારાજ શ્રી એ અભિનંદન સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. સતત ત્રણ કલાક સુધી ભક્તોએ રંગોત્સવનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી તથા પૂ. વિષ્ણુ સ્વામી (અથાણાવાળા) અને હરિ ઓમ સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.