૧૬ વર્ષની તરુણીને ભગાડી દુષ્કર્મ કરનાર ૨૨ વર્ષીય આરોપીને ૨૦ વર્ષની કેદ

પ્રતિકાત્મક
સુરત, આજથી ત્રણેક વર્ષ પહેલા લિંબાયત વિસ્તારમાં રહેતી વિધવા માતાની ૧૬ વર્ષ ૮ મહિનાની પુત્રીને ભગાડી જઈને એકથી વધુ વાર શરીર સંબંધ બાંધી પોક્સો એક્ટનો ભંગ કરનાર ૨૨ વર્ષીય આરોપી યુવાનને આજે પોકસો કેસોના ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન. સોલંકીએ આક્ષેપિત તમામ ગુનામાં દોષી ઠેરવી પોકસો એકટની કલમ-૫ (એલ )સાથે વાંચતા કલમ-૬ ઈપીકો- ૩૭૬ (૨ )(એન)ના ગુનામાં ૨૦ વર્ષની સખ્ત કેદ,રૃ. ૫૦ હજાર દંડ ભરે તો રૃ.૪૫ હજાર ભોગ બનનારને વળતર પેટે ચૂકવવા અને દંડ ના ભરે તો વધુ એક વર્ષની કેદની સજા ફટકારી છે.
જ્યારે ભોગ બનનારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૃ.૨.૫૦ લાખ વળતર ચૂકવવા હુકમ કર્યાે છે.લિંબાયત પોલીસ મથકના હદ વિસ્તારમાં રહેતી ફરિયાદી વિધવા માતાએ પોતાની ૧૬ વર્ષ ૮ માસ અને ૨૨ દિવસની ઉંમરની પુત્રીને ગઈ તા. ૧૯-૭-૨૨ ના રોજ લગ્નની લાલચ આપી વાલીપણાના કબજામાંથી ભગાડી જઈને એકથી વધુ વાર શારીરિક સંબંધ બાંધી પોકસો એકટનો ભંગ કરવા બદલ ૨૨ વર્ષીય આરોપી અમન અનીશ અન્સારી (રે. ઘર નંબર ૧૪૮, આંબેડકર નગર, ગલી નંબર- ૨ લિબાયત) ની વિરુદ્ધ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી .આ કેસમાં સંડોવાયેલા આરોપી અમન અન્સારીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કેસની ન્યાયિક કાર્યવાહી દરમિયાન આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે એવો બચાવ લીધો હતો કે હાલના આરોપી વિરુદ્ધ શંકાના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે.અગાઉ હાલના ફરિયાદીએ આરોપી અમન અન્સારી તથા તેના પિતા આરોપી અનીશ બાબુ અન્સારી વિરુદ્ધ આ જ પ્રકારની ફરિયાદ કરી હતી.જેમાં કોર્ટે બંને આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દાેષ ઠરાવી મૂક્યા છે.
જ્યારે હાલના કેસમાં પણ આરોપી વિરુદ્ધ શંકારહિત કેસ સાબિત કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયા હોઈ કેસની વિસંગતતાઓને Îયાને લઈ આરોપીને નિર્દાેષ ઠરાવી છોડી મૂકવા માંગ કરી હતી.
વધુમાં જણાવ્યું હતું કે ભોગ બનનારના અગાઉ નિકાહ શેખ રહેમાન સાથે થયા હતા.પરંતુ છુટાછેડા થયા બાદ હાલના આરોપી અમન અંસારી સાથે લગ્ન થયા હોઈ આરોપીને નિર્દાેષ ઠરાવી છોડી મૂકવા માંગ કરી હતી.જેના વિરોધમાં ફરિયાદ પક્ષે એપીપી દીપેશ દવે કુલ ૧૪ સાક્ષી તથા ૨૮ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.
સરકાર પક્ષે બનાવ સમયે ભોગ બનનારની ઉમર ૧૬ વર્ષ ૮ માસની હોવાનું પુરવાર કર્યું હતું. એકમાત્ર ભોગ બનનારના પુરાવો ફરિયાદ ની હકીકત ને સમર્થન મળતું હોય તો તેના પર આધાર રાખી આરોપીને દોષી ઠેરવી શકાય.
ભોગ બનનારે હાલના આરોપીને ઓળખ પરેડમાં ઓળખી બતાવ્યો છે.તદુપરાંત ભોગ બનનારે તા.૨૫-૯-૨૩ ના રોજ તેણે જન્મ આપેલ બાળકીના પિતા આરોપી અમન અંસારી હોવાનું અદાલત સમક્ષ જણાવ્યું છે..
જેથી કોર્ટે રેકર્ડ પર આવેલા પુરાવા તથા ફરિયાદ પક્ષની રજૂઆતો ને માન્ય રાખીને આરોપી અમન અંસારીને ઇપીકો- ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) તથા પોક્સો એકટની કલમ-૩(એ)૪,૫(એલ)૬,૭,૮ ના ભંગ બદલ દોષી ઠેરવીને પોક્સો એકટ તથા ઈપીકો-૩૭૬ (૨) (એન)ના ગુનામાં ઉપરોકત મહત્તમ ૨૦ વર્ષની સખત કેદ રૃ. ૫૦,૦૦૦ દંડ ફટકારી ભોગ બનનારને દંડની રકમમાંથી રૃ.૪૫ હજાર તથા વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૃ.૨.૫૦ લાખ વળતર ચૂકવવા હુકમ કર્યાે છે .SS1MS