શ્રી મોડાસીયા વીસ ગામ કડવા પાટીદાર સમાજનો ૨૭ મો સમુહ લગ્નોત્સવ યોજાયો
(પ્રતિનિધિ) મોડાસા, આજ રોજ શ્રી મોડાસીયા વીસ ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ૨૭ મા સમૂહ લગ્નોત્સવ નું આયોજન શ્રી ખંભીસર કેળવણી મંડળ સંચાલિત મહંત શ્રી ગંગાનાથ વિધાલય ખાતે યોજાયો હતો જેમાં સમાજ વિવિધ ગામો માંથી ૧૩ નવયુગલો એ પ્રભુતામાં પગલાં માંડી નવજીવન ની શરૂઆત કરી હતી…
આ શુભ પ્રસંગે દરેક કન્યાઓ ને સમાજ ના ઉદાર દીલ દાતાશ્રીઓ એ પુરતદાન ચાંદીના સિક્કા તથા અન્ય વસ્તુઓ ની નોંધ પાત્ર ભેટ આપી કન્યાદાન કર્યું હતું નાની ચિચણો ગામ ના વતની અને સમાજ નું ગૌરવ એવા ઉધોગપતિ શ્રીમતી નીરૂબેન કાલીદાસ પટેલે દરેક કન્યાઓ ને તિજાેરી ની ભેટ આપી કન્યાદાન કર્યું હતું ૧૩ નવદંપતી પૈકી ઘરે બિલકુલ ખર્ચ ના કરી સમુહ લગ્ન માં જાેડાઈ સરાહનીય કાર્ય કરવા બદલ લિંભોઇ ગામ ની દિકરી બંસરી ના માતા પિતા કમલેશકુમાર પટેલ અને સેતલબેન પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું…
સમુહલગ્ન ની ભોજન તથા મંડપ જેવા મોટા ખર્ચ ની જવાબદારી ખંભીસર કડવા પાટીદાર સમાજે સ્વીકારી ગામ ના વડીલો ગુણવંતભાઈ પટેલ ધીરજભાઈ પટેલ કનુભાઇ પટેલ કાન્તિભાઈ પટેલ અને યુવાનો ગોપાલભાઈ યોગેશભાઈ કમલેશકુમાર જીતુભાઈ ભરતભાઈ કેતનભાઈ રવિભાઈ તથા ઉત્સાહી યુવાનો એ તનતોડ મહેનત કરી સમાજસેવા નું ઉમદા કાર્ય કર્યું હતું…
મોડાસા વિસ્તાર ના ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહી કન્યા ઓને ચાંદીના સિક્કા આપી આશિવૉદ આપ્યા હતા.. સમાજ ના પુર્વ પ્રમુખ આર પી પટેલ અને શ્રી પ્રવિણભાઇ પટેલ સંગઠન અને પ્રચાર પ્રસાર ચેરમેન ઉંઝા તથા બોર્ડિંગ ના પ્રમુખ શ્રી ડાહ્યાભાઈ પટેલ તથા પુર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી એસ આર પટેલ સમરસતા મંચ ના જીલ્લા અધ્યક્ષ ચંન્દ્રકાંત પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી પ્રસંગ ને શોભાવ્યો હતો.. પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલે ઉપસ્થિત મહેમાનો તથા નવ દંપતીઓ તથા વાલીઓ તથા સમાજ માં થી પધારેલ સૌ જ્ઞાતિજનોનુ સ્વાગત સન્માન કરી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું… પ્રમુખ શ્રી ની સાથે મંત્રી શ્રી મનહરભાઈ પટેલ તથા કન્વીનર શ્રી જયંતીભાઈ પટેલ તથા હોદેદારો અને કારોબારી સભ્યો એ ખુબ સુંદર આયોજન કરી પ્રંસગ ને સફળતા પુર્વક પુર્ણ કરી કન્યાઓ ને તથા સમગ્ર ઉપસ્થિત મહેમાનો ને વિદાય આપી હતી… કાર્યક્રમ નું સંચાલન નવદંપતી ને લગ્ન ની શાસ્ત્રોક્ત વિધિ મુખ્ય શાસ્ત્રી શ્રી નિરૂભાઇ દ્વારા તથા સમારંભ નું અન્ય સંચાલન ઉદઘોષક મિનેષભાઇ પટેલ તથા પ્રવિણભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અંતમાં આભાર વિધિ કા. સભ્ય શ્રી જયંતીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી