સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ગુતાલ ખાતે વ્યાખ્યાન માળાનો ૩૧મો મણકો યોજાયો
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લાની જાણીતી સરકારી શાળા ખાતે જીવન ઘડતર વ્યાખ્યાન માળાના ૩૧મા મણકામાં ગુજરાતના જાણીતા સમાજ શાસ્ત્રી ડો.ગૌરાંગ જાની ઉપસ્થિત રહ્યા હતા. એમણે આપણા વિઠ્ઠલભાઇ પટેલની જીવનગાથા રજૂ કરી હતી.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે નડિયાદ(ગ્રામ્ય)ના મામલતદાર સુશ્રી જેમિનીબેન ગઢિયા અને અતિથિ વિશેષ તરીકે સી.બી.પટેલ આર્ટસ કોલેજના આચાર્ય મહેન્દ્રભાઈ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પારસ દવેએ કર્યું હતું અને આભાર વિધિ સુશ્રી જીપ્સાબેન માહ્યાવંશીએ કરી હતી.