૩૭ વર્ષના અભિનેતાની ચોરોએ ગોળી મારી હત્યા કરી
મુંબઈ, હોલિવુડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. હોલિવુડ અભિનેતા જોની વેક્ટરની ગોળી મારી હત્યા કરવામાં આવી છે આ દુખદ સમાચારને લઈ અભિનેતાના ચાહકોમાં દુખની લાગણી જોવા મળી રહી છે. ચોર અભિનેતાની કારમાંથી ચોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જેને અભિનેતાએ અટકાવ્યા હતા , આ દરમિયાનઅભિનેતા જોની વેક્ટરની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.
અભિનેતા પર ચોરે લોસ એન્જિલ્સમાં હુમલો કર્યાે હતો. અભિનેતાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યાે હતો.અભિનેતા અંદાજે ૩૭ વર્ષનો છે. આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તેના ચાહકો સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કરી રહ્યા છે.
જોનીને જનરલ હોસ્પિટલમાં બ્રેન્ડ કાર્બિનના પાત્ર માટે જાણીતો છે. ૨૦૦થી વધુ એપિસોડ વાળા આ શોમાં જોનીએ સાશાના પતિનો રોલ નિભાવ્યો હતો. ૨૦૨૨માં તેમણે આ શોને અલવિદા કહી દીધું હતુ. તેના મોતના સમાચારથી કો-સ્ટાર સોફિયા મેટસન દુખમાં છે.
તેમણે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરી શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું મારું દિલ તુટી ગયું છે. જોની બેસ્ટ હતો. તે સાચો અને મારું ધ્યાન રાખતો હતો. તે ખુબ જ મેહનતી અને વિનમ્ર હતો.
જનરલ હોસ્પિટલ સિવાય જોનીને એનસીઆઈએસ, ધઓએ, વેસ્ટવર્લ્ડ, ધ પેસેન્જર, સ્ટેશન ૧૯, બાર્બી રિહૈબ, સાઈબેરિયા, એજન્ટ એક્સ, વેટાસ્ટિક, એનિમલ કિંગડમ, હોલિવુડ ગર્લ, ટ્રેનિંગ ડે અને ક્રમિનિલ માઈન્ડસ જેવા શોમાં જોવા મળ્યો હતો. પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત ૨૦૦૭થી આર્મી વાઈવ્સથી કરી હતી.SS1MS