‘હનુ-માન’ ફિલ્મનો ૩ડી અવતાર, ઓક્ટોબરમાં ફિલ્મ ફરી રિલીઝ થશે
મુંબઈ, પ્રશાંત વર્માની ‘હનુ-માન’ ૨૦૨૪ના વર્ષની સૌથી મોટી હિટ પુરવાર થઈ છે. ઓક્ટોબર મહિનામાં તેને જાપાનમાં રિલીઝ કરવાનું આયોજન છે ત્યારે આ સમયગાળામાં તેના થ્રીડી અવતારને ભારતમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો છે.
ડાયરેક્ટર પ્રશાંત વર્માએ જણાવ્યું હતું કે, ફિલ્મનું થ્રીડી વર્ઝન તૈયાર થઈ ગયું છે અને ‘હનુમાન’ના ઈન્ટરનેશનલ વર્ઝન્સ પણ હવે થ્રીડી માં જ રિલીઝ થશે. આ સાથે ભારતમાં પણ સિલેક્ટેડ સ્ક્રિન્સમાં તેને ફરી રિલીઝ કરવામાં આવશે. જાપાનમાં આરઆરઆર અને ‘ કલ્કિ’ જેવી સાઉથની ફિલ્મો સફળ રહી છે. આ અંગે વાત કરતાં પ્રશાંતે કહ્યું હતું કે, એક સમયે પશ્ચિમી દેશોમાં નોર્થની ફિલ્મોનો પ્રભાવ વધારે હતો.
જો કે હિન્દી ફિલ્મોમાં પશ્ચિમી જગતનું અનુસરણ પાછલા દસકાથી વધ્યું છે. સાઉથ ઈન્ડિયન ફિલ્મો સેન્સિબિલિટી હજુ જાપાન અને કોરિયાની લાગણીને વધારે સ્પર્શે છે. ફિલ્મ સારી હોય તો જાપાની ઓડિયન્સ તેને વધાવવા તૈયાર હોય છે.
જાપાનમાં ‘હનુ-માન’ રિલીઝ થઈ રહી છે ત્યારે તેનું ડબિંગ વર્ઝન તૈયાર કરાયું નથી. પ્રશાંત માને છે કે, ઓડિયન્સને પોતાની ભાષામાં સબ ટાઈટલ હોય તો અન્ય ભાષાની ફિલ્મ જોવામાં તકલીફ પડતી નથી. ઓડિયન્સને ડબિંગ વર્ઝન ખાસ પસંદ આવતું નથી.
અગાઉ ૧૨ જાન્યુઆરીએ જાપાનમાં રહેતા તેલુગુ ઓડિયન્સ માટે તેને રિલીઝ કરાઈ હતી, પરંતુ પ્રમોટર્સે મોટા પાયે રિલીઝની તૈયારી બતાવતાં જાપાનમાં તેને ઓક્ટોબર મહિનામાં રિલીઝ કરાશે.SS1MS