Bayad ઋણમુક્તેશ્વર મંદિરનો પાંચમો પાટોત્સવ ઉજવાયો
(પ્રતિનિધી)બાયડ, બાયડ ઋણ મુક્તેશ્વર મંદિર નો પાંચમો પાટોત્સવ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો હતો ઋણ મુક્તેશ્વર મહાદેવ ૧૯૯૪ માં નાના એવા મંદિરમાંથી ઈશ્વરભાઈ ભટ્ટ તથા શિવ ભક્તોના સહયોગથી ઝીણોદ્વાર કરવામાં આવ્યો હતો ત્યાર પછી ૨૦૧૯ માં મંદિરમાં નવીનીકરણ કરી નવીન શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી જેનો પાંચમો પાટોત્સવ સંવત ૨૦૭૯ના મહાવદ ૯ ને બુધવારના રોજ ઉજવવામાં આવ્યો આ પાટોત્સવમાં દિવસ દરમિયાન હોમાત્મક લઘુરુદ્ર કરવામાં આવ્યો હતો જેના મુખ્ય યજમાન તરુણભાઈ ભટ્ટ તેમજ ગોપાલભાઈ ભટ્ટ હતા આ હોમાત્મક લઘુરુદ્રનું ૧૧ ભૂદેવો દ્વારા પૂજા કરાવવામાં આવી હતી સાંજે શ્રીફળ હોમી સમાપન કરવામાં આવ્યું હતું લઘુરુદ્રના સમાપન પછી શિવભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો શિવ ભક્તોના સાથ સહકાર અને અથાગ પ્રયત્નોથી આ પાટોત્સવ દિપી ઉઠ્યો હતો જ્યારે મંદિરના પૂજારી ઈશ્વરલાલ ભટ્ટ દ્વારા જણાવ્યું હતું કે બાયડ પંથકના શિવભક્તોનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના મહાદેવની આગળ કાયમ માટે કરતો રહું છું