AAPએ ૬૦ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/04/Aap.jpg)
બેંગ્લોર, આમ આદમી પાર્ટી પંજાબ અને દિલ્હી બાદ હવે બીજા રાજ્યોમાં પોતાનો પગ પસારવાની કોશિશ કરી રહી છે ત્યારે હવે તેને કર્ણાટક પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. કર્ણાટક ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.
આ યાદીમાં કુલ ૪૦ ઉમેદવારોના નામ છે. લાંબા સમયથી આમ આદમી પાર્ટીની નજર દક્ષિણના મહત્વના રાજ્ય કર્ણાટક પર છે. અરવિંદ કેજરીવાલે અહીં ઘણી રેલીઓ યોજી ભાજપને જાેરદાર પડકાર ફેંક્યો હતો.
આ પહેલા આપે ૮૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. હવે ૬૦ નવા નામ આવતાં કુલ ઉમેદવારોની સંખ્યા ૧૪૦ થઈ ગઈ છે. આ પહેલા પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો હતો. અરવિંદ કેજરીવાલે પહેલા જ કહી ચુક્યા છે કે, તેમની પાર્ટી તમામ ૨૨૪ સીટો પર ચૂંટણી લડશે. પાર્ટી આ માટે ઘણા સમયથી તૈયારી કરી રહી છે. તેમણે ઉગ્રતાથી બેરોજગારી અને ભ્રષ્ટાચારનો મુદ્દા ઉઠાવ્યો છે.
આમ આદમી પાર્ટીએ તેના ઢંઢેરામાં દાવો કર્યો છે કે, તે દર વર્ષે ૨ લાખ નોકરીઓ આપશે. આ સાથે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ નિયમિત કરવામાં આવશે. ગઈ ચૂંટણીની વાત કરીએ તો, ૨૦૧૮માં યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં કોઈપણ પક્ષ બહુમતનો આંકડો મેળવી શક્યો નહોતો. ભાજપે સૌથી વધુ ૧૦૪ બેઠકો જીતી હતી.HS1MS