Western Times News

Gujarati News

The Academyએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું DDLJનું ફેમસ ગીત

મુંબઈ, શાહરૂખ ખાન અને કાજોલની સુપરહિટ ફિલ્મ દિલ વાલે દુલ્હનિયાને રિલીઝ થયાને ૨૮ વર્ષ થઈ ગયા છે. પરંતુ તેનો ક્રેઝ આજે પણ જોવા મળે છે. આ ફિલ્મ મુંબઈના મરાઠા થિયેટરમાં ૨૮ વર્ષથી ચાલી રહી છે. ફિલ્મના ગીતોથી લઈને ફિલ્મના ડાયલોગ્સ સુધી તેઓ આજે પણ તમામ ચાહકોના દિલમાં બિરાજમાન છે.

આ દરમિયાન, એકેડમીએ આ ફિલ્મનું પ્રખ્યાત ગીત ‘મહેંદી લગા કે રખના’ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે. જી હા, સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ એવોર્ડ ઓસ્કરે તેના ઈન્સ્ટાગ્રામ પર મહેંદી લગા કે રખના ગીતની રીલ પોસ્ટ કરી છે. આ વીડિયો જોઈને કિંગ ખાનના ફેન્સ ખુશીથી ઉછળી રહ્યાં છે અને અનેક પ્રકારના અંદાજો લગાવી રહ્યાં છે.

આ વીડિયો પોસ્ટ કરતી વખતે ધ એકેડમીએ કેપ્શનમાં લખ્યું છે- શાહરૂખ ખાન અને કાજોલ ૧૯૯૫ના ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નું ક્લાસિક ગીત ‘મહેંદી લગા કે રખના’ પરફોર્મ કરી રહ્યાં છે. હવે આ પોસ્ટ બાદ યુઝર્સ પણ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું – ‘ઓસ્કર પણ શાહરૂખ ખાનનો ફેન છે’. અન્ય એક યુઝરે લખ્યું- ‘ભારતીય સિનેમા સુપરસ્ટાર શાહરૂખ ખાન’. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી- ‘શાહરુખ ખાન દુનિયાનો સૌથી મોટો સુપરસ્ટાર છે’.

આ સિવાય એક યૂઝરે લખ્યું- ‘આ જ વસ્તુ છે જે શાહરુખ ખાને કમાઈ છે’. તો બીજી તરફ, અન્ય એક યુઝરે કમેન્ટ કરી અને લખ્યું – ‘એવું લાગે છે કે શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી ઓસ્કારમાં જઈ રહી છે. પ્લીઝ સર, દિલ સે સ્વદેશ, ચક દે ઈન્ડિયા જેવી વધુ ફિલ્મો બનાવો. જેથી ઓસ્કર તમને તમારી ઓળખ આપી શકે.

શાહરૂખ ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ડંકી ઓસ્કાર માટે મોકલવામાં આવી છે. શાહરૂખ ઉપરાંત તાપસી પન્નુ, વિકી કૌશલ, બોમન ઈરાની જેવા ઘણા દિગ્ગજ કલાકારો ડંકીમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ મિત્રતા પર આધારિત હતી. આ ફિલ્મની વાર્તા દર્શકોની સાથે ક્રિટિક્સને પણ ઘણી પસંદ આવી હતી.

આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાનીએ કર્યું છે. આ ફિલ્મ ૨૧ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પરંતુ પ્રભાસની ડંકી બીજા જ દિવસે રિલીઝ થઈ હતી. શાહરુખની ફિલ્મે ભલે સાલાર કરતાં ઓછું કલેક્શન કર્યું હોય, પરંતુ ફિલ્મની વાર્તાએ દર્શકોના દિલ પર એક અલગ જ છાપ છોડી છે. ફિલ્મના ગીતોથી લઈને ડાયલોગ્સ સુધી તે ચાહકોમાં લોકપ્રીય થઈ રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.