Western Times News

Gujarati News

આરોપી લૂંટ કરીને રુપિયા પત્નીના ખાતામાં જમા કરાવતો હતો

સુરત, આંગડીયામાંથી પૈસા લઇને નીકળતા માણસોની રેકી કરી મોપેડની ડિક્કીમાંથી રોકડા રૂપિયા ચોરી કરનાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડ્યો છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી રામકેવલ સરોજ સચિન સુડા આવાસ નજીક ફરી રહ્યો છે. તેથી પોલીસે ૨૭/૦૬/૨૦૨૨ના રોજ સચીન સુડા આવાસ પાસેથી ૪૫૦૦૦ની યુનિકોર્ન મોટર સાઈક્લ સાથે રામકેવલને ઝડપી પાડ્યો હતો.The accused robbed and deposited the rupee in his wife’s account

આરોપી પાસેથી બે મોબાઈલ ફોન, આધારકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ, ડેબીટ કાર્ડ મળીને કુલ રૂપિયા ૫૦,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીની પૂછપરછ દરમ્યાન તેને કબૂલાત કરી હતી કે, ૦૩/૦૬/૨૦૨૨ના રોજ નવસારી રેલ્વે સ્ટેશન ગુપ્તા હોટલ પાસેથી યુનિકોર્ન મોટર સાઈકલની બનાવટી ચાવી વડે ચોરી કરી હતી.

તે મોટર સાઈકલ દ્વારા સુરત શહેરના હીરા બજાર અને આંગડીયા પેઢી વિસ્તારમાં આંટાફેરા મારીને તારીખ ૧૧/૦૬/૨૦૨૨ના રોજ ભવાનીવડ વિસ્તારમાંથી ઈલેક્ટ્રીક મોપેડ ચાલકનો પીછો કરીને સાંજે ઉમરા ઘોડદોડ રોડ મીરાનગર ખાતે નવા બંધાતા મકાનના પાર્કિંગમાં ઈલેક્ટ્રીક મોપેડની ડીકીમાંથી પ્લાસ્ટીની કોથળીમાં વિટાળીને રાખેલ રોકડા રૂપિયા ૪,૯૯,૦૦૦ની ચોરી કરી હતી.

ત્યારબાદ રોકડા રૂપિયામાંથી સાડા ચાર લાખ રૂપિયા પોતાની પત્ની સાવીત્રીદેવીના સેન્ટ્રલ બેંકના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. બાકીના રૂપિયા પોતાના સેન્ટ્રલ બેંકના એકાઉન્ટમાં અહમદનગરમાં જમા કરાવી દીધા હતા.

તે ઉપરાંત તારીખ ૨૦/૦૫/૨૦૨૨ના રોજ પુણે નિગડી ટીળક ચોક વિસ્તારમાંથી એક કાળા કલરની યુનિકોર્ન મોટર સાઈકલની ચોરી કરીને પુણે શીરૂર ગુજરમાલા વિસ્તારમાં પોતાના ઘર પાસે પાર્ક કરી દીધી હતી.

આ ઉપરાંત આરોપીઓએ માર્ચ-૨૦૨૨માં ગુજરાત ગેસ સર્કલ પાસેથી પોતાના મિત્ર જીતેન્દ્ર તિવારી સાથે મોટર સાઈકલ ડ્રીમ યુગાની ચોરી કરી હતી.

આ મોટર સાયકલ દ્વારા હીરા બજાર અને આંગડીયા પેઢી વિસ્તારમાં આંટાફેરા મારીને ભવાનીવડ ખાતે એક એક્ટીવાની ડીકીમાંથી રોકડા રૂપિયા ૩૦,૦૦૦ની ચોરી કરી હતી. આરોપી ઓળખ છુપાવવા માટે હેલમેટનો ઉપયોગ કરી આવતા જતા લોકો પર નજર રાખી તેમનો પીછો કરીને ટી ચાવીનો ઉપયોગ કરી ડીક્કી ખોલી ડીક્કીમાંથી રોકડ રકમની ચોરી કરતા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.