Western Times News

Gujarati News

૧૭ વર્ષની છોકરી ભગાડી જનારા આરોપીને ૧૦ વર્ષની જેલની સજા

પ્રતિકાત્મક

મહીસાગર, મહીસાગર જિલ્લામાં પોક્સો એક્ટ હેઠળ આરોપીને ૧૦ વર્ષની જેલની સજા તથા દંડ ફટકારવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૭માં આરોપીએ ૧૭ વર્ષની છોકરીને લાલચ આપીને પોતાની સાથે ભગાડી ગયો હતો. જે બાદ આરોપી સામે POSCO સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.

Accused who kidnapped 17-year-old girl sentenced to 10 years in prison

આરોપી સામે કેસ ચાલ્યો હતો જેમાં મહીસાગર જિલ્લા કોર્ટ દ્વારા કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને સજાની સાથે દંડ ફટકાર્યો છે.

ભવિષ્યમાં આ પ્રકારી ઘટનાઓ રોકાય તે માટે સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને આવી કડક સજા કરવામાં આવે તે જરુરી છે. આરોપી કાંતિ તડવીર ૧૭ વર્ષની છોકરીને વર્ષ ૨૦૧૭માં પોતાની સાથે લાલચ આપીને ભગાડી ગયો હતો. આ મામલે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ગુનામાં આરોપીને સજા મળે તે માટે આ કેસ મહીસાગર કોર્ટમાં ચાલી ગયો હતો.

આરોપી કાંતિ ડવીરના કૃત્ય અને છોકરીની ઉંમરને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા આરોપીને પોક્સો હેઠળ ૧૦ વર્ષની સજાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ સાથે મહીસાગરના કાનૂરી સેવા સત્તા મંડળને ભોગ બનનાર યુવતીને ત્રણ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

મહિલાઓની સુરક્ષા અને તેમની સાથે થતા અન્યાયને રોકવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે, આમ છતાં જે ગુના બને તો આરોપીઓના કૃત્ય પ્રમાણે તેમને કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવતી હોય છે. મહીસાગર કોર્ટ દ્વારા આરોપીને જે સજા કરવામાં આવી છે તેનાથી સમાજમાં દાખલો બેસશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.