બસ સ્ટેન્ડ ખાતે પ્રવાસીઓ સાથે મારામારી કરનાર આરોપીએ પોલીસ સ્ટેશન માથે લીધું
કુખ્યાત ગુનેગારે પોલીસ ચોકીમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો-આરોપીએ સાગરીતો સાથે ગીતામંદિર બસ સ્ટેન્ડ ખાતે પ્રવાસીઓ સાથે મારામારી કરી હતી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. કુખ્યાત આરોપી ભાવેશ ઉર્ફે મંગો અને તેના સાગરીતોએ સવારના સમયે બસ સ્ટેન્ડ પોલીસ ચોકીના દરવાજાેનો કાચ પણ તોડી નાખ્યો, અને પ્રવાસીઓ સાથે ઝપાઝપી પણ કરી.
કુખ્યાતનો આતંક મચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેને લઈને પોલીસે જાહેર સંપતિને નુકસાન પહોંચાડવા બાબતે ફરિયાદ નોંધી બે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.
અમદાવાદ ના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ના મજુર ગામમાં રહેતા ભાવેશ ઉર્ફે મંગા નો આતંક યથાવત છે. ભાવેશ અને તેના સાગરીતોએ ગીતામંદિર બસ સ્ટેન્ડ પર પહોંચી ફરી એકવાર વેપારીઓ અને પ્રવાસીઓ સાથે બોલચાલ કરી મારામારી કરી. જે બાદ પોલીસે આરોપી એ દૂર લઈ ગઈ, જાેકે થોડા સમય બાદ ફરીથી માંગો અને તેના સાગ રીતે પોલીસ ચોકી પર આવી પોલીસ ચોકીના દરવાજાનો કાચ તોડી નાખ્યા.
જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આરોપી મંગો પોતાના માથા વડે પોલીસ ચોકીને નુકસાન પહોંચાડી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ તે પહેલા બસ સ્ટેન્ડ માં આવી તેને પાર્કિંગ કરેલ વાહનો ને લાકડી વડે નુકસાન પણ પહોંચાડ્યું એ પછી બુકિંગ કાઉન્ટર તરફ જઈને પ્રવાસીઓ સાથે ઝપાઝપી પણ કરી જેથી આક્રોશ ભરાયેલા ટોળાએ તેને મેથીપાક પણ ચખાડ્યો.
એસટી બસ સ્ટેન્ડ પર અગાઉ બે મહિના પહેલા પણ મંગાએ અને તેના સાગરીતો એ આતંક મચાવી ખંડણી ઉઘરાવી હતી જેને લઈને તેના પર પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી બે દિવસ પહેલા પણ મજૂર ગામ વિસ્તારમાં સ્થાનિકો સાથે બોલચાલ થઈ હતી અને તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી
જે વાત આજે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ વધુ એક ફરિયાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે એટલે કે અત્યાર સુધી મંગા સામે કુલ ૧૧ જેટલીઓ પોલીસ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. એસટી બસ સ્ટેન્ડ પર વેપાર કરતા લોકોમાં પણ મંગાના આતંકના કારણે ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે.
વેપારીઓનું કહેવું છે કે અનેકવાર પોલીસને જાણ કરી ચૂક્યા છે, ઉપરાંત તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ અને ઝડપાયો પણ ખરું પરંતુ પરિસ્થિતિ એની એ જ જાેવા મળી રહી છે.